Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગરનો સગીર ભાવેશ શિયાળ સાંજથી લાપતા

બ્લુ કલરની આખી બાયની જર્શી અને સફેદ કલરનું આખી બાયનું ટીશર્ટ પહેરેલ છે : પતો મળ્યે થોરાળા પોલીસ સ્ટેશને 2389552 ખાતે જાણ કરવી

રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી ન,12 માં રહેતો સગીર વયનો ભાવેશ ( ઉ,વ, 13 ) આજે સાંજથી ઘેરથી કોઈને કહ્યા વગર જતો રહયો છે અથવા કોઈ શખ્શ વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હોવાનું ભાવેશની માતા જયાબેન વાઈફ ઓફ દિનેશભાઇ ભાણજીભાઇ શિયાળ જાતે કોળી એ થોરાળા પોલીસ સ્ટેશને જાહેર કરતા પોલીસે શોધખોળ હાથ ધરી છે

  ભાવેશે બ્લુ કલરની આખી બાયની જર્શી અને સફેદ કલરનું આખી બાયનું ટીશર્ટ પહરેલ છે જે કોઈને ભાવેશ અંગે પતો મળે તો થોરાળા પોલીસ સ્ટેશને ( ફોન ન 2398552 ) પર જાણ કરવા જણાવાયુ છે

(7:56 pm IST)