Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

લોનના હપ્‍તા ચડી જતાં સંતોષીનગરના રિક્ષાચાલક રઘુ પરમારે ઝેરી દવા પીધી

અન્‍ય બનાવમાં પુત્રવધૂ સાથે ઝઘડો થતાં સાસુએ ઝેર પીધું

રાજકોટ તા. ૯: સંતોષીનગરમાં રહેતાં રઘુ અશોકભાઇ પરમાર (ઉ.૨૨) નામના રજપૂત યુવાને સવારે અગિયારેક વાગ્‍યે જંકશન રેલ્‍વે સ્‍ટેશન સામે ઝેરી દવા પી લેતાં   સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

રઘુ મુળ સાવરકુંડલાનો વતની છે અને હાલ પત્‍નિ, બે પુત્રી સાથે રાજકોટ સંતોષીનગરમાં રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે પચ્‍ચીસ હજારની લોન લીધી હોઇ તેના હપ્‍તા ચડી ગયા હોઇ વારંવાર ઉઘરાણી થતી હોઇ કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું.

બીજા બનાવમાં નાના મવા સર્કલ પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં માલબાઇબેન કલ્‍યાણભાઇ બઢા (ઉ.૪૦) ઝેર પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ અજીતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પુત્રવધૂ સાથે અલગ રહેવા જવા બાબતે ચડભડ થતાં આ પગલું ભર્યાનું તેણીએ કહ્યું હતું.

(4:30 pm IST)