Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બોગસ કંપની ખોલી વેપારીઓ સાથે લાખોની ઠગાઇમાં મુંબઇના રમેશને કુવાડવા પોલીસે દબોચ્યો

રાજકોટ, હળવદ, વડોદરા અને હિંગોલી (મહારાષ્ટ્ર)માં છેતરપીંડી કર્યાની કબુલાત

રાજકોટ તા. ૯ : કુવાડવા જીઆઇડીસીમાં પેઢી ધરાવતા વેપારીના ફેસબુક પરથી પેઢીના નંબર મેળવી વિશ્વસમાં લઇ મુંબઇના શખ્સે રૂા. ૩,૪૧,રપ૦ની છેતરપીંડી કરવાના ગુન્હામાં કેવાડવા રોડ પોલીસે મુંબઇના શખ્સને તરઘડીયા ગામ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડપર જુની પપૈયાવાડી શેરી નં.રમાં રહેતા અને કુવાડવા ગામ પાસે જીઆઇડીસીમાં 'વી. પી. એન્ડ સન્સ' નામની પેઢીમાં એકઝીકયુટીવ મેનેજર તરીકે નોકરી કરતા નિર્મળભાઇ નાથુભાઇ ગઢવી (ઉ.૩૮) પેઢીમાં જીરૂ, તલ, વરીયાળી, મેથી વગેરે મસાલાને માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો કે અન્ય વેપારી પાસેથી ખરીદી કરીને પેઢી દ્વારા તેના પર પ્રોસેસ કરીને અન્ય ગ્રાહકો કે વેપારીઓને વેંચતા કોઇ અને ગ્રાહકો શોધવા માટે પોતે ફેસબુક તેમજ અન્ય સોશ્યલ મિડીયાના માધ્યમનો ઉપયોગ કરી વેપારીઓ કે ગ્રાહકોનો સંપર્ક થતો હોઇ છે થોડા સમય પહેલા વલસાડના વાપી સેલવાસ રોડ પર ચંદ્રલોક શોપીંગ સેન્ટરમાં શોપ નં.ર૩ ધરાવતા રમેેશ પરસોતમભાઇ જોષીએ નિર્મળભાઇની કંપનીના નંબર ફેસબુક ઉપરથી મેળવી નિર્મળભાઇ સાથે માલ બાબતે વાતચીત કરી તેને વિશ્વાસમાં લઇ અઢીટન તલ કિંમત રૂા.૩,૪૧,રપ૦નો સોદો કર્યા બાદ રમેશ જોષીએ નિર્મળભાઇને કુરીયર મારફતે ચેક  મોકલ્યો હતો તેથી તે વિશ્વાસમાં આવી જતા અઢીટન તલ વાપી ખાતે મોકલ્યા હતા..ત્યાર બાદ ચીટર રમેશ જોષીએ આપેલ ૩.૪૧ લાખનો ચેક બંકમાં જમા કરતા ચેક બાઉન્સ થયો હતો ત્યારબાદ નિર્મળભાઇ ગઢવીએ તેનો અવાર નવાર સંપર્ક કરતા રમેશ જોષી સંતોષકારક જવાબ ન આપતા અને પૈસા પણ ન આપતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

આ મામલે પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈનીની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.આર. પરમારના માર્ગદર્શન્ હેઠળ પીએસઆઇ આર. એલ. ખટાણા, હેડ કોન્સ હિતેષભાઇ ગઢવી હેડ કોન્સ. બુટાભાઇ, મનીષભાઇ, નિલેષભાઇ, હરેશભાઇ, દિલીપભાઇ, દેવેન્દ્રસિંહ અજીતભાઇ લોખીલ અને રઘુવરદાન ગઢવી સહિતે કોલ ડીટેલ્સ અને પીએસઆઇ આર.એલ. ખટાણા, મનીશભાઇ, નિલેશભાઇ અને દિલીપભાઇને મળેલી બાતમીના આધારે અમદાવાદ હાઇવેપર તરઘડીયા પાસેથી જીજ.ે૧પ સી.એચ.૪૬૧૭ નંબરની વેગનઆર કારમાંથી રમેશ પરશોતમભાઇ જોષી(ઉ.૪૬) (રહે. મુળ પદમ પરમાર બ્રાહ્મણવાસ તા.રાપર (કચ્છ) હાલ મુંબઇ વીરારમા ગજાનંદ એપાર્ટમેન્ટને પકડી લીધો હતો પોલીસે તેની પાસેથી કાર, વિનાયક ટ્રેડીંગ વાપી તથા વિનાયક ટ્રેડીગ, રાધનપુરના નામની ચેકબુક તથા પેઢીનો સીકકો, દિપક ટ્રેડીંગ બોઇસરના નામની ચેકબુક, પેઢીનો સિકકો તથા બીલબુક, તથા ઓસવાલ ટ્રેડીંગ નવસારીના નામની ચેકબુક મહાવીર ટ્રેડીંગ રાપરના નામની ચેકબુક તથા વી.પી.એન્ડ સન્સ રાજકોટના ખીરીદી અંગેના બીલ કબ્જે કર્યા હતા તેણે રાજકોટ, હળવદ, વડોદરા તથા મહારાષ્ટ્રના હિંગોલીમાં છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી તે અગાઉ મહારાષ્ટ્રમાં છેતરપીંડીના બે ગુન્હામાં ઝડપાઇ ચુકયો છે

(4:27 pm IST)