Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

BRTS બસ સ્‍ટોપના દરવાજા ટીકીટના QR કોડથી જ ખુલ બંધ થશેઃ ૧૯ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ કરતા વિજયભાઇ રૂપાણી

સ્‍માર્ટ સીટી હેઠળની ઓટોમેટીક ફેર કલેકશન સીસ્‍ટમથી હવે બસમાં ટીકિટ વગર મુસાફરી થઇ નહીં શકેઃ

રાજકોટ,તા.૯: રાજકોટ મહાનગરપાલિકાની SPV - રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિમિટેડ (R.S.C.D.L.) દ્વારા પાન સિટી ડેવલોપમેન્‍ટ અંતર્ગત સેવોત્તમ પ્રોજેક્‍ટનાં જુદાજુદા કુલ ૭ કમ્‍પોનન્‍ટ પૈકી ITMS (ઇન્‍ટીગ્રેટેડ ટ્રાન્‍ઝીટ મેનેજમેન્‍ટ સીસ્‍ટમ)નું આજે નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ બી.આર.ટી.એસ. બસ સ્‍ટોપ ખાતે રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે માન. મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં.૮ ના કોર્પોરેટર જાગૃતિબેન દ્યાડીયા, ભૂતપૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્‍યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર રેમ્‍યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનરઓ ચેતન નંદાણી, એ.આર.સિંદ્ય અને બી.જી.પ્રજાપતિ, એડી.સિટી એન્‍જીનીયર બી.યુ. જોશી અને શ્રી કે.એસ.ગોહેલ, રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર જયેશ કુકડીયા, આસી. મેનેજર મનીષભાઈ વોરા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતાં.  આ પ્રોજેક્‍ટનો અંદાજીત ખર્ચ ૧૯.૮૪ કરોડ રૂપિયા છે.ITMS Project અન્‍વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનની વ્‍યવસ્‍થાને વધુ સારી અને સુદ્રઢ બનાવવાના ઉદેશ્‍યથી કુલ ૧૦.૭ કિમી ના BRTS કોરીડોર પર આવેલ ૧૮ બસ શેલ્‍ટર્સ પર નીચે મુજબની વ્‍યવસ્‍થાનું અમલીકરણ BRTS   બસ સેવાનું સંચાલન કરતી (SPV) રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવેલ છે.

પ્રોજેકટની વિશેષતા

AFCS (ઓટોમેટીક ફેર કલેક્‍શન સિસ્‍ટમ) કે જેમાં QR આધારિત ટીકીટ તેમજ સ્‍ટોપ પર Entry તેમજ  Exit માટે એક-એક ઓટોમેટીક ગેઇટ્‍ (Turnstyle Gate) લગાવવામાં આવેલ છે. જે મુસાફરો દ્વારા (QR કોડ આધારિત) ટીકીટ બતાવવાથી તે ટીકીટ પરનો QR કોડ મશીનના વેલીડેટરમાં સ્‍કેન થશે જેના આધારે ઓટોમેટીક ગેઇટ ખુલી જશે. આ પ્રોજેક્‍ટનો અંદાજીત ખર્ચ ૧૯.૮૪ કરોડ રૂપિયા છે. આ પ્રકારની અદ્યતન સુવિધા દેશનાં કેટલાક મેટ્રો સ્‍ટેશનમાં હાલમાં ઉપલબ્‍ધ છે.

ટીકીટ કલર કોડ મુજબ કામ અપાશેઃ કયો કલર કોના માટે?

* વાદળી રંગઃ પ્રવેશ અથવા બહાર નીકળવા માટે મશીન પર QR કોડ આધારિત  ટિકિટ સ્‍કેન કરો

* લીલો રંગ : ટિકિટ માન્‍ય હોય આપ ગેટમાં  પ્રવેશ કરી શકશો અથવા બહાર નીકળી શકો છો.

* લાલ રંગઃ ટર્નસ્‍ટાઇલ મશીન થી દૂર રહો અને ત્રણ સેકન્‍ડ પછી ફરીથી ટિકિટ સ્‍કેન કરો

* પીળો રંગઃ ટિકિટ સ્‍કેન કરવા માટે પીળા રંગની લાઈનની પાછળ ઉભા રહો 

(4:27 pm IST)