Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રેસકોર્સ મેદાનમાં ''શ્રીમદ્ ભાગવત ગીતા જ્ઞાનયજ્ઞ'': મીટીંગનો ધમધમાટ

રાજકોટઃ આગામી ૧પ ડીસેમ્બર રવિવારથી ર૧ ડીસેમ્બર શનિવાર દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત ''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' વિષય ઉપદેસ જ્ઞાનયજ્ઞનું આયોજન થતા વૈષ્ણવ સૃષ્ટિમાં ખુશીનો માહોલ પ્રવર્તે છે. રાજકોટ વૈષ્ણવ સંઘ અને દાસીજીવન સત્સંગ મંડળ, રાજકોટના સેવા ઉપક્રમે રાજકોટના આંગણે યોજાનાર આ સેવાયજ્ઞમાં કડી-અમદાવાદના વિદ્વાન વૈષ્ણવાચાર્ય પુ. દ્વારકેશલાલજી મહારાજ શ્રી ભગવદ્ ગીત દેશકાલીન પ્રેરક ઉપદેસ આપશે. આ જ્ઞાનયજ્ઞ ધર્મોત્સવને વ્યાપક અને પ્રજાભિમુખ કરવા તાજેતરમાં  વૈષ્ણવ સેવકોની એક વિશાલ મીટીંગ મળી ગઇ. જેમાં રાજકોટ શહેરની વૈષ્ણવ સેવા સંસ્થાઓ, ગોંડલ ગ્રુપ સહિતના ૩૦૦ ઉપરાંત સેવાધારી વૈષ્ણવોએ હાજરી આપી હતી. આયોજનના વૈષ્ણવ શ્રેષ્ઠીઓફ અરવિંદભાઇ ગજજર, સુર્યકાન્તભાઇ વડગામા, અલ્પેશભાઇ ખંભાયતા (રાજકોટ વૈષ્ણવ સંઘ) નરેન્દ્રભાઇ ભાલારા, વિઠલભાઇ ધડુક, પોટભાઇ ભાલારા, ભાસ્કરભાઇ સોની, (દાસીજીવન સત્સંગ મંડળ), રમેશભાઇ ધડુક, પ્રચાર ઇન્ચાર્જ ગુણવંતભાઇ ડેલાવાળા, નીમેશભાઇ પટેલ, રમણીકભાઇ પાટણવાડીયા, અશ્વિનભાઇ વડગામા, ચૈતન્યભાઇ સાયાણી, બાબુભાઇ ત્રિવેદી, પ્રભુદાસભાઇ તન્ના, ગોરધનભાઇ ગજેરા, ગલોરધનભાઇ ચાંપાનેરા, પોપટભાઇ ભાલારા, વિઠલભાઇ ધડુક, હસુભાઇ ડેલાવાળા, ચમનભાઇ લોઢીયા, વિઠલભાઇ ભાલારા, રસિકાભઇ રાજપરા, જેરામભાઇ વાડોલીયા, રવજીભાઇ માંડકણા, વગેરેએ ઉપસિથત વૈષ્ણવ સેવકોને આ મહાયજ્ઞમાં સેવાઓ આપવા અનુરોધ કર્યો હતો. આ આયોજનને સુપેરે સફળ બનાવવા વિવિધ સમિતિઓ બનાવી વૈષ્ણવ સેવકોને ઓળખપત્ર-કાર્ડ આપવામાં આવશે. ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ કાર્યાલયમાં આપવા માટે સુર્યકાન્તભાઇ વડગામા મો. ૯૪ર૬૮ ૧૯૮૬૪, વિઠલભાઇ ધડુક મો. ૯૯૧૩ર ર૧૧૧૮ તથા અરવિંદભાઇ ગજજર મો. ૯૪ર૭ર ૦૭૧ર૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

(4:06 pm IST)