Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વોર્ડ નં.૯ અંજલી પાર્કમાં પેવર રી-કાર્પેટ કામનો પ્રારંભ કરાવતા કમલેશ મિરાણી

રાજકોટ : અહિંના વોર્ડ નં.૯માં આવેલ અંજલી પાર્કથી ટોપલેન્ડ રેસીડેન્સી સુધી ટી.પી. રોડ પર પેવર રી-કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પૂજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં પેવર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, શહેર મહિલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, પ્રવિણભાઈ મારૂ, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, આશિષ ભટ્ટ, જીતુભાઈ કાટોળીયા, વિમલ ઠોરીયા, જાગૃતિબેન ભાણવડીયા, શ્રી મેરજા, કુમારસિંહ જાડેજા, કેવલ કાનાબાર, સતીષ વાઘાણી, પી.એમ. પટેલ, રક્ષાબેન વાયડા, મનીષાબેન માકડીયા, આરતીબેન શાહ, રંજનબેન લોખીલ, અંજનાબેન કણસાગરા, મનીષ પટેલ, પાર્થ મારસોણીયા તેમજ સોસાયટીના રસીલાબેન, રેખાબેન વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)