Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉપપ્રમુખપદે બિનહરિફ થયેલા ઇન્દ્રસિંહ ઝાલાના ટેકેદાર વકીલોમાં આનંદની લાગણી

રાજકોટ : ઉપપ્રમુખ પદે ઈન્દ્રસિંહ ઝાલા બિનહરિફ થતા તેમના ટેકેદાર વકીલો જયેન્દ્ર ગોંડલીયા, બી.આર. ભગદેવ, સિદ્ધરાજસિંહ જાડેજા, ચેતન પજવાણી, કે.સી. વ્યાસ, મોનીશ જોષી, વિશાલ ગોંસાઇ અને યુવરાજસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ઝાલાને અભિનંદન પાઠવ્યા હતાં.

રાજકોટ, તા. ૯ : આગામી રાજકોટ બાર એસોસીએશનની તા. ર૧-૧ર-ર૦૧૯ના રોજ યોજાનાર ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે બાલક્રિષ્ન ભગદેવ, મોનિશ જોષી , ચેતન પંજવાણી તથા ઇન્દ્રસિંહ ઝાલા એમ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ જેમાં તમામ દાવેદારો વચ્ચે મધ્યસ્થી થઇ રાજકોટ બારની પ્રણાલીકા મુજબ સમજૂતિ કરવા-કરાવવા તમામ દાવેદારોને મિત્રભાવે મળાવી એકબીજા વચ્ચે લડત નહિ, પરંતુ સમર્થનકારી વલણ અપનાવવા ભગીરથસિંહ ડોડીયા, વિશાલ ગોસાઇ, પી.સી. વ્યાસ, કે.સી. વ્યાસ, જયેન્દ્ર ગોંડલીયા, પરેશભાઇ મારૂ, રાજભા ગોહિલ, જે.એફ. રાણા, એસ.કે. જાડેજા, હિતુભા જાડેજા, એન.ડી. ચાવડા, જે.બી. શાહ, હરેશ બી. પરસોંડા તથા સાથ આપનાર તમામ વકીલ મિત્રોએ જહેમત ઉઠાવી ઘીના ઠામમાં ઘી ભેળવી ઇન્દુભાને બિનહરિફ થવા બદલ બાલક્રિષ્ન ભગદેવ, મોનિશ જોષી તથા ચેતન પજવાણીએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પરત ખેંચી બિનહરિફ થયા બદલ અભિનંદન પાઠવી ખેલદીલી વ્યકત કરી તમામ સીનીયર જુનીયર વકીલ મિત્રોનો વિશ્વાસ કેળવવા આદર ભાવ વ્યકત કરેલ છે. તેમજ આ તકે બીનહરિફ વિજેતા ઉમેવાર ઇન્દ્રસિંહ (ઇન્દુભા) ઝાલાએ વકીલના હિતના કામમાં ખંભે ખંભો મિલાવી સાથે રહી કામ કરવાના કોલ આપેલ છે.

(4:02 pm IST)