Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કોર્પોરેશને વગર ટેન્ડરે ૯ ડી-વોટરીંગ પમ્પ ખરિદ્યાઃ કોંગ્રેસ

ભારે વરસાદ પડયા પછી તંત્રને બુદ્ધિ આવી અને... : ગંજીવાડામાં ડ્રેનેજનો કોન્ટ્રાકટ ૪૬% ઉંચા ભાવે આપી પ્રજાની તિજોરીને ર૮.રર લાખનું નુકશાન : શાસકોની અણધડ જાપ્તી સામે સ્ટેન્ડીંગના વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટ તા. ૯ : મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં ડ્રેનેજનો કોન્ટ્રાકટર ૪૬ ટકા ઉંચા ભાવે મંજુર કરવા ત્થા વગર ટેન્ડરે વરસાદી પાણી નિકાલ માટે ૯ ડી-વોટરીંગ પમ્પ ખરિદવાની દરખાસ્તાનોનોવિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ દર્શાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહે સેક્રેટરીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છેકે વોર્ડ નં. ૧પમાં આવેલ ગંજીવાડા મહાકાલી ચોકથી ભંગારબજાર ભાવનગર રોડ અને ભંગાર બઝાર ભાવનગર રોડથી ચુનારાવાડા પમ્પીંગ સ્ટેશન સુધી હયાત ડ્રેનેજ પાઇપલાઇન બદલવાના કામ બાબતની આ એસ્ટીમેન્ટ રકમ રૂ.૬૧.૩પ.પ૦૦.૦૦ હોય તેમની સામે વધારાની ટકાવારી૪૬.૦૦ % વધુભાવ ચુકવીને રૂ.૮૯.પ૭, ૮૩૦-૦૦ ના કામગીરી  માટે ટકાવારી પ્રમાણે વધારાની રકમ ર૮.રર૩૩૦-૦૦ વધારાના આ માતબર રકમ સામે મારો વિરોધ છે. આ વધારાની ટકાવારી શા કારણોસર ચુકવવામાં આવે છે? માટે આ દરખાસ્તનો મારો વિરોધ છે.

જયારે વરસાદી પાણીના નિકાલ માટે એન્જીન કીવન ટ્રોલી માઉન્ટેડ ડી.વોટરીંગ પંપ ખરીદવા બાબતની આ દરખાસ્તમાં વરસાદના પાણીના સમયસર નિકાલ માટે પમ્પો ખરીદી કરવામાંઆવેલ તેખરેખર સારી વાત છેપરંતુ આ સર્વે કામગીરી આપણા શહેરની પરીસ્થીતીને ધ્યાનમાં રાખીને પ્રીમોન્સુન કરવી જોઇતી હતી જયારે આગ લાગે ત્યારે કુવા ખોદવા જેવી આ બાબત છ.ે

જો પહેલાથીજ આયોજન કરવામાં આવ્યું હોત તો આ પણ ઘણો બધો ફેર પડતને આમ પ્રજાના પૈસાની બચત થતા તેમજ ર વરસાદ સમયે આમપ્રજાજનોને પારાવાર મુશ્કેલી સર્જાણી માટે આ અણધટ આ નીતી સામે મારો વિરોધ દર્શાવું છું

(4:02 pm IST)