Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પુત્રવધુ દ્વારા થયેલ ત્રાસની ફરિયાદમાં આરોપીના શરતી આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૯: અત્રે ફરીયાદી હિરલ જયસુખલાલ ધકાણ રહે. રંગોલી પાર્ક, રાજકોટ વાળાએ તા.૭-૧૦-૨૦૧૮ના રોજ જીવન સાથી મેટ્રીમોનીયલ સાઇટથી લગ્ન પ્રસ્તાવથી તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજ બાંદ્રા સીવીલ કોર્ટમાં સીવીલ મેરેજ આરોપી ધર્મેન્દ્ર અનીલભાઇ સોની સાથે લગ્નગ્રંથીથી જોડાતા સંયુકત કુટુંબમાં ફરીયાદી લગ્નજીવન ગાળવા ગયેલ જેમાં માત્ર ૨૦ દિવસના ગાળામાં જ ફરીયાદી પીયર રીસામણે આવી મહિલા પોલીસ સ્ટેશનમાં તા.૧૫-૮-૨૦૯ના રોજ માનસીક, શારીરિક ત્રાસ આપવા સબબ સાસરીયાઓ ૧.ધર્મેન્દ્ર અનીલભાઇ સોની (પતિ), ૨. સરોજબેન વા./ઓ.અનીલભાઇ સોની (સાસુ), ૩.આશીતાબેન વા/ઓ.ભરતભાઇ શર્મા (નણંદ), ૪.ભરતભાઇ મહેન્દ્રભાઇ શર્મા (નણંદોય) રહે. મુંબઇ વિરૂધ્ધ ફરીયાદ કરતા આરોપીઓને ધરપકડની દહેશત હોય જેથી આગોતરા જામીન અરજી કરતા સેશન્સ  કોર્ટે શરતી આગોતરા અરજી મંજુર કરેલ છે.

લગ્નમાં ટુંકા માત્ર ૨૦ દિવસમાં જ ફરીયાદણને માથાની દુખાવાની અવાર નવાર ફરીયાદ કરતા અને સુનમુન રહેતા. અવાર નવાર ઉશ્કેરાટમાં આવી ઘરમાં ઝગડો કરતા, વાસણોનો ઘા કરતા, પાડોશીને મારવા દોડતા જેથી મુંબઇ મુકામે અનેક ડોકટરની સારવાર કરાવેલ. સારવાર દરમ્યાન ડોકટરે એવો અભિપ્રાય આપેલ કે ફરીયાદણ સીજોફેનીયા રોગથી પીડાય છે અને ડીપ્રેશનમાં રહે છે. જેથી ફરીયાદણના માવતરવાળા રાજકોટ મુકામે તેડી લાવેલ. બાદ માવતરની ચઢામણીથી કરીયાવર ઓછો લાવી છે, માનસીક શારીરિક દુઃખ ત્રાસની મહિલા પોલીસ સ્ટેશનમાં આપતા જેનો ગુનો રજીસ્ટરે કરતા ફરીયાદણની ફરીયાદ નોંધેલ. જેથી સેશન્સ કોર્ટમાં આરોપીએ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આરોપીની રજુઆત ગ્રાહય રાખી આરોપીના આગોતરા જામીન  અરજી શરતી મંજુર કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી ધારાશાસ્ત્રી શ્રી રોહિતભાઇ બી. ઘીઆ રોકાયેલ હતા.

(3:37 pm IST)