Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કેવલમ કવાર્ટરમાંથી ૧૩ વર્ષની બાળા ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

માતા વેફર લઇને ઘરે આવી ત્યાં દિકરી ગૂમ હતીઃ સ્કૂલબેગ અને એક જોડી કપડા પણ નહોતાં

રાજકોટ તા. ૯: પુષ્કરધામ રોડ પર કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી ૧૩ વર્ષની બાળા ગૂમ થતાં યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે પોલીસે કેવલમ આવાસ કવાર્ટર નં. ૨૪/૧૬૦૧માં રહેતાં રીટાબેન જયેશભાઇ ગઢીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રી મોટી છે અને તેની ઉમર ૧૩ વર્ષ છે અને ધોરણ-૯માં ભણે છે. તેણીના પિતા સિકયુરીટી તરીકે નોકરી કરે છે. રવિવારે બપોરે ત્રણેક વાગ્યે દિકરીએ વેફર ખાવી છે તેમ કહેતાં પોતે (માતા) વેફર લેવા માટે ગયેલ. વેફર લઇ ઘરે પરત આવ્યા ત્યારે દિકરી જોવા મળી નહોતી. તેનું સ્કૂલ બેગ અને એક જોડી કપડા પણ નહોતાં.

તપાસ કરવા છતાં દિકરીનો પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પોલીસે બાળા સગીર હોઇ તુર્ત જ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:37 pm IST)