Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શહેર પોલીસનું ઠેર-ઠેર વાહન ચેકીંગઃ દારૂ પી વાહન હંકારતા ત્રણ સહિત પાંચ પકડાયા

રાજકોટ તા. ૯:  શહેર પોલીસ દ્વારા દરરોજ અલગ-અલગ ચોક, રસ્તાઓ પર ડ્રાઇવ યોજી વાહન ચેકીગ કરવામાં આવે છે તેમજ દારૂ પી વાહન હંકારની નીકળતાં શખ્સોને પકડવામાં આવે છે. ગત રાતે ચેકીંગમાં પાંચ્ શખ્સો નશો કરેલા મળ્યા હતાં.

બેડલાનો જગદીશ મગનભાઇ રાઠોડ (ઉ.૨૫) દારૂ પી આજીડેમ ચોકડીએ બૂલેટ હંકારીને નીકળતાં હેડકોન્સ. એમ. ડી. પરમાર, શૈલેષભાઇ નેચડા સહિતે તથા ત્રંબાનો લક્ષમણ પાંચાભાઇ મકવાણા (ઉ.૨૨) દારૂ પી બાઇક હંકારી ભાવનગર હાઇવે આર. કે. યુનિવર્સિટી પાસેથી નીકળતાં પીએસઆઇ આસુન્દ્રા, કોન્સ. દિગુભા ઝાલા સહિતે પકડ્યો હતો.

આ ઉપરાંત કોઠારીયા રોડ ઉમા પાન પાસેથી કિશન ગોવિંદભાઇ તોગડીયા (ઉ.૨૮-રહે. શાસ્ત્રીનગર અજમેરા બ્લોક)ને આજીડેમના કનકસિંહ સોલંકી અને ધમભા ઝાલાએ નશો કરેલો પકડયો હતો. તેમજ ન્યુ ગાંધી સોસાયટી શાસ્ત્રીનગર પાછળ રહેતો રાજન રજનીભાઇ પરસાણા (ઉ.૩૦) દારૂ પી વોકસવેગન કાર જીજે૦૩ડીએન-૧૧૭૨ હંકારી સ્વસ્તિક પાર્ટી પ્લોટ સામે જીનીયસ સ્કૂલ પાછળના રસ્તેથી નીકળતાં તાલુકાના એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. રાજવીરસિંહ જાડેજા સહિતે પકડી લઇ કાર્યવાહી કરી હતી. જ્યારે રૈયાધાર ચામુંડા ચોકના પરેશ કાળુભાઇ સોલંકી (ઉ.૨૬)ને ધરમનગર આવાસ કવાર્ટર પાસેથી હેડકોન્સ. શૈલેષપરી ગોસાઇ અને કોન્સ.મેહુલસિંહ ચુડાસમાએ નશો કરેલી હાલતમાં દબોચ્યો હતો. તસ્વીરમાં થોરાળા પી.આઇ. જી.એમ. હડીયાની રાહબરી હેઠળ તેમની ટીમ વાહન ચેકીંગ કરતી જોઇ શકાય છે.

(3:36 pm IST)