Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બજરંગવાડી પાસે ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ વરલી રમતાં ત્રણ શખ્સને પકડ્યા

જયેશગીરી ઉર્ફ ગુરૂ, મિલન અને ભગવાનદાસની ૧૧ હજારની રોકડ સાથે ધરપકડઃ પી.આઇ. કે. એ. વાળા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર બજરંગવાડી પાસે જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ત્રણ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પડકી લઇ રૂ. ૧૧૫૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે બજરંગવાડી પાસેથી જયેશગીરી ઉર્ફ ગુરૂ પંચમગીરી ગોસ્વામી (રહે. અમી રેસિડેન્સી બ્લોક નં. ૩૩, પોપટપરા નાલા પાસે), મિલન પ્રફુલભાઇ ત્રિવેદી (રહે. અમિ રેસિડેન્સી) અને ભગવાનદાસ દયારામ મોટવાણી (રહે. સિંધી કોલોની ઝુલેલાલ મંદિર પાસે)ને પકડી લઇ રૂ. ૧૧૦૬૦ રોકડા, રૂ. ૫૦૦નો મોબાઇલ ફોન, આંકડા લખેલી ડાયરી, ત્રણ બોલપેન કબ્જે કર્યા હતાં.

પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ ગાંધીગ્રામના પી.આઇ. કે. એ. વાળા તથા પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, શૈલેષભાઇ કગથરા, અમીન કરગથરા, દિનેશભાઇ વહાણીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(3:35 pm IST)