Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શ્યામસુંદર પાર્કમાં વિપ્ર પરિવારને રૂમમાં પૂરી તસ્કરો હોલમાંથી ૧૪ હજારની મત્તા ચોરી ગયા

રાજકોટ તા. ૯: શહેરના કોઠારિયા રોડ પર શ્યામ સુંદર પાર્કમાં રહેતા વિપ્ર પરિવારને બેડરૂમમાં પુરી તસ્કરો હોલમાંથી રોકડ, મોબાઇલ અને ઘડીયાલ મળી ૧૪ હજારની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ શ્યામ મંદિરની બાજુમાં શ્યામ સુંદર પાર્ક શેરી નં. ૩ માં રહેતા અને વાસ્તુ ફાઇનાન્સમાં સેલ્સ હેડ તરીકે નોકરી કરતા ત્રણ દિવસ પહેલા રાત્રે પોતે પત્ની અને બાળકો સાથે સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ દરવાજાના બંને લોક તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ મોબાઇલ, એક ઘડીયાળ અને પાકીટમાંથી બે હજાર રોકડા મળી રૂ. ૧૪૦૦૦/-ની મતા ચોરી ગયા હતા. મેહુલભાઇ ગઇકાલે સવારે ઉઠયા અને બેડરૂમનો દરવાજો ખોલવા જતા દરવાજો બહારથી બંધ હતો. બાદ પોતે પાડોશી શશીકાંતભાઇને ફોન કરીને વાત કરતા તેણે મેહુલભાઇના ઘરે આવી બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો. રૂમની બહાર નીકળી તેણે આગળના રૂમમાં તપાસ કરતા ઘડીયાળ, એક મોબાઇલ અને પાકીટમાંથી બે હજાર રૂપિયા મળી રૂ. ૧૪૦૦૦ની મતા ગાયબ જોવા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ મેહુલભાઇએ જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદી સહિતે સ્થળ પર પહોંચી મેહુલભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ આદરી હતી.

(3:34 pm IST)