Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં ૧.૩૮ કરોડનાં વિકાસ કામોને લીલીઝંડી

કર્મચારીઓને ૧૬ લાખની તબીબી સહાયઃ રેસકોર્ષમાં રર.૮૧ લાખનો વાર્ષિક સફાઇ ખર્ચ મંજૂરઃ ગંજીવાડામાં ૮૯ લાખની નવી ડ્રેનેજ પાઇપ લાઇન નંખાશે

રાજકોટ તા. ૯ :.. મ્‍યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં ચેરમેન ઉદય કાનગડે ૧.૩૮ કરોડનાં વિકાસ કામોને લીલીઝંડી આપી હતી.

આજની બેઠકમાં લેવાયેલા મહત્‍વનાા નિર્ણયો અંગે માહિતી આપતા ચેરમેને શ્રી કાનગડે જણાવ્‍યું હતું કે આજની બેઠકમાં મ્‍યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓને તબીબી સહાય રૂપે ૧૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

આ ઉપરાંત રેસકોર્ષમાં ખાનગી કોન્‍ટ્રાકટથી સફાઇ કરાવવા માટે વાર્ષીક રર.૮૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. તેમજ ગંજીવાડામાં મહાકાળી ચોકથી ભંગાર બજાર ભાવનગર રોડ, સુધી અને ત્‍યાંથી ચુનારાવાડ પમ્‍પીંગ સ્‍ટેશન સુધી જૂની ડ્રેનેજ (ભૂગર્ભ ગટર) પાઇપ લાઇન બદલાવી નવી નાખવા માટેનો કોન્‍ટ્રાકટ રૂા. ૮૯.પ૭ લાખનાં ખર્ચે મંજૂર કરાયો હતો.

આ ઉપરાંત ૮૦  ફુટ રોડ ઢોર ડબ્‍બાની બાજૂમાં બનાવાયેલ બાયો મિથેનેશન ગેસ લાન્‍ટ કે જેમાં ઢોર ડબ્‍બાની નિરણ-ગોબર ઉપરાંત એંઠવાડ જેવા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીને તેમાંથી બાયો મિથેઇન ગેસ ઉત્‍પન્‍ન થાય છે.

 તેનો ગેસ જનરેટર મારફત વિજળી ઉત્‍પન્‍ન  કરવાનાં  આ ‘બાયો ગેસ' પ્‍લાન્‍ટ ઓપરેશન અને મેઇન્‍ટેન્‍શનાં માસિક ૮પ હજારનાં ખર્ચે ‘રાઘવેન્‍દ્ર ગ્રીનટેક લી.ને' આપવાનો કોન્‍ટ્રાકટ મંજૂર કરાયેલ.

 તેમજ , હુડકો કોમ્‍યુનીટી સેન્‍ટરનું સંચાલન ‘દતક યોજના' હેઠળ નટરાજ ગ્રુપ સંસ્‍થાને સોંપવા ત્‍થા હુડકો કોમ્‍યુનીટી સેન્‍ટરનું સંચાલન રોટરી સંસ્‍થાને સોંપવા વરસાદી પાણી નિકાલ માટે ૯ ડી-વોટરીંગ પમ્‍પની ખરીદીનો ૯ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્‍વાતંત્ર્ય પર્વની વિવિધ હરિફાઇનો ૪૦ હજારનો ખર્ચ મંજૂર કરવા આમ ઉપરોકત દરખાસ્‍તો સહિત કુલ ર૮ દરખાસ્‍તોને ચેરમેન ઉદય કાનગડના અધ્‍યક્ષ સ્‍થાને મળે સ્‍ટેન્‍ડીંગની બેઠકમાં લીલીઝંડી અપાઇ હતી.

(3:30 pm IST)