Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રાજકોટમાં સ્વચ્છતાનું 'જ્ઞાન' આપશે મનપા :સોમવારે એક લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડશે : વચ્છ ભારત મિશન અંગે અભ્યાસક્રમ તૈયાર કરાયો

રાજકોટ :ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફથી સ્વચ્છતા અને તેના સિદ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તેવા હેતુથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.

આ પરીક્ષા એક લાખ વિદ્યાર્થીઓ આપશે. સ્વચ્છ ભારત મિશન અંગે વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. 10 ડીસેમ્બર 2018 હ્યુમન રાઈટ્સ ડે દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 77 શાળાના કુલ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા લગભગ 325 જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના 50 હજારથી વધારે વિદ્યાર્થીઓ એક જ શહેરમાં એક જ સમયે પરિક્ષા આપશે. પરીક્ષાને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

(6:56 pm IST)