Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

લોકજાગૃતિ માટે 'જાગો ભારત' અભિયાન

દરરવિવારે લોકસભા યોજી લોકોના પ્રશ્નો સાંભળવા વ્યવસ્થા

રાજકોટ તા. ૮ : અસંગીઠત દેશને સંગઠીત કરવા લોકજાગૃતિ લાવવા રાજકોટમાં 'જાગો ભારત' અભિયાન શરૂ કરાયુ છે.

આ અંગેની વિગતો વર્ણવતા અભિયાનના પ્રણેતા અલપેશભાઇ વેકરીયા અને પ્રવિણભાઇ લાખાણીએ જણાવેલ કે દરેક નાગરીકને વાણી સ્વાતંત્રયતાનો અધિકાર છે. પરંતુ આ અધિકાર છીનવાય ગયો છે. ત્યારે લોકોને જાગૃત કરવા અમોએ આ અભિયાન શરૂ કરેલ છે.

શહેરના રેસકોર્ષ ચોક, શિવાજીના પુતાળા પાસે દર રવિવારે સાંજે ૪ થી પ લોકસભા યોજાશે અને તેમાં લોકોના પ્રશ્નો રજુ થશે.ખાસ કરીને ભેળસેળની સમસ્યા, ભ્રષ્ટાચાર, પ્રાણી અત્યાચાર, છેતરપીંડી, પ્રજાના પ્રશ્નો, કાળા બજાર, રાજકીય નેતાની જવાબદારી, પ્રદુષણ, શૈક્ષણિક, મેડીકલ સેવા, ઔદ્યોગીક સેવા એમ ૧૪ મુદાઓને લઇને હાલ આ જાગો ભારત અભિયાન શરૂ કરાયુ હોવાનું આગેવાનોએ જણાવ્યુ હતુ.

આ અભિયાનમાં કોઇપણ નાગરીક જોડાઇ શકશે. અભિયાનને વેગ મળે તેવા આશયથી જાગો અભિયાન ડોટ કો ડોટ ઇન નામથી વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં રકતદાન જાગૃતિના મુદ્દાને વિશેષ પ્રધાન્ય અપાયુ છે.

તસ્વીરમાં 'જાગો અભિયાન' ની વિગતો આપતા અલ્પેશભાઇ વેકરીયા, પ્રવિણભાઇ લાખાણી, ભાવેશભાઇ ઝરીયા, આશીફભાઇ શેખ, નીપાબેન ઝાલા, ઉર્વશીબા પરમાર નજરે પડે છે. (૧૬.

 

(4:41 pm IST)