Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જમનાનગર પાસે અકસ્માત સર્જી મહિલાને ઇજા પહોંચાડવાના ગુનામાં આરોપીને છ માસની કેદ

રાજકોટ તા. ૯: શહેરના જમનાનગર વિસ્તારમાં બાળકને ઠોકરે મહિલાને ઇજા પહોંચાડવાના ત્રણ વર્ષ પૂર્વેના કેસમાં આરોપી વાહન ચાલકને જયુડીશ્યલ કોર્ટે તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા તથા રૂ. ૧૦૦૦ દંડ ભરવા આદેશ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના ન્યુ રઘુવીર સોસાયટીમાં રહેતા રંજનબેન પરસોતમભાઇ સિંધવ ગતા તા. ૧૪-૧-૧પના રોજ પોતાના જમાઇ શૈલેશના બાઇક પર બેસી જતા હતા ત્યારે જમનાનગર શેરી નં. પ/૩ના ખુણે વાહન ચાલક રોહિત રાયધન નાથબાવા (રહે. ખોડીયાર સોસાયટી શેરી નં. ર રાજકોટ) એ પોતાનું બાઇક પુરપાટ ઝડપે ચલાવી આગળ જતા બાઇકને ઠોકરે લઇ રંજનબેનને ઇજા પહોંચાડી હતી. આ અંગે રંજનબેન દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસ ચાલી જતા સરકારી વકીલ દેવેન્દ્ર આર. ત્રિવેદી દ્વારા આરોપીને ઇજા કરવા દલીલ કરવામાં આવી હતી, તમામ આધાર પુરાવા અને સરકારી વકીલની દલીલને માન્ય રાખી જુડીશ્યલ કોર્ટેના જજ કપિલદેવ દ્વિવેદી દ્વારા આરોપી રોહિત રાયધન નાથબાવાને તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા તથા રૂ. ૧૦૦૦ દંડ ભરવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી ડી.આર. ત્રિવેદીએ દલીલ કરી હતી. (૭.રપ)

 

(4:39 pm IST)