Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જીવનનગરના લોકોનું સામુહિક મતદાન

 જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ ના જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે આજે સવારે વિજયભાઇ રૂપાણીને આવકારી તેમનું સ્વાગત કરાયા બાદ સામુહીક મતદાન કરવામાં આવ્યુ હતુ. જાથાના જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ આા વિસ્તારમાં પ્રથમ બે કલાકમાં જ ભરપુર મતદાન થયુ હતુ. કેનેડાથી આવેલા ક્રિષ્નાબેન પંડયાએ વિજયભાઇ ઉપર આશીર્વાદ વરસાવ્યા હતા. સીનીયર સીટીઝનો સુવિધા માટે પણ આ સમિતિના સભ્યો સહયોગી બન્યા હતા. મતદાન જાગૃતિ માટે સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ નવીનભાઇ પુરોહીત, વિજયભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, હસુભાઇ મોડેસરા, આકાશ પંડયા, શૈલેષભાઇ પટેલ, દિનેશભાઇ મકવાણા, પ્રફુલ્લાબેન બોરીચા, હંસાબેન ચુડાસમા, ભદ્રાબેન ગોહેલ, હર્ષાબેન વકીલ, વર્ષાની ભટ્ટ, ક્રિષ્નાબેન પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૨)

 

(4:38 pm IST)