Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રેસકોર્ષ પાસે ટેન્શનના કારણે કિશોરભાઇ સીંધીએ ઝેર પી લીધુ

પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા.૯ : રેસકોર્ષ બીગબાઇટની સામે ટેન્શનનાં કારણે સીંધી પ્રૌઢ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ કિશાનપરા ચોક શેરી નં.૫માં રહેતા અને વિડીયા શુટીંગનો વ્યવસાય કરતા કિશોરભાઇ કનૈયાલાલ પદનાણી (ઉ.વ.૫૫)એ ગઇકાલે રેસકોર્ષ પાસે બીગ બાઇટની સામે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

એક વર્ષ પહેલા પત્નીના મૃત્ય બાદ તેઓ છેલ્લા છ માસથી ટેન્શનમાં રહેતા હતા. તેના લીધે પગલુ ભર્યાનું ખુલ્યું છે. આ અંગે પ્રનગર પોલીસે તપાસ આદરી છે.

મચ્છર મારવાનું લીકવીડ પી લેતા યુવતી દાખલ

માધાપર ગામ ક્રાઇસ્ટ હોસ્પિટલની સામે રહેતી હેતલ કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) (રજપુત) ધાધરની દવા પીવાને બદલે ભુલથી મુચ્છર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

કુબલીયા પરાનાં યુવાન પર હુમલો

કુબલીયા પરા - શેરી નં.૫માં રહેતો અરવિંદ સુરજભાઇ મકવાણા (ઉ.વ.૨૫) રાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે રોહીત નામના શખ્સે લાકડાનાં ધોકા વતી મારમારતા માથામાં તથા હાથનાં ભાગે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે થોરાળા પોલીસે તપાસ આદરી છે.(૨૩.૪)

 

(4:37 pm IST)