Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ પુર્વમાં ૬ કલાકમાં ૩૫ ટકા મતદાન

રાજકોટ-૬૮માં કુલ ૨,૫૯,૯૭૧ પૈકી ૭૨,૮૭૮થી વધુ મતદાનઃ શાંતી પુર્ણ મતદાન

 

રાજકોટ, તા. ૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે યોજાઈ છે, ત્યારે રાજકોટ શહેર ગ્રામ્યની ૪ બેઠકોમાં આજે સવારથી જ અનેક બુથ ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. રાજકોટ-૬૮(પુર્વ)માં સવારે ૮ થી ૨ વાગ્યા સુધીમાં ૩૫ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું.

રાજકોટ-૬૮નાં ૨,૫૯,૯૧૭  મતદારો પૈકી  ૭૨,૮૭૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે ૧,૩૭,૬૭૪ પુરૂષ મતદારો પૈકી ૪૧,૫૬૨એ મતદાન કર્યુ હતુ. સ્ત્રી મતદારો ૧,૨૨,૨૯૭ પૈકી ૩૧,૩૧૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. આ બેઠકમાં કુલ ૨૪૧ બુથ કેન્દ્ર છે. જયારે રાજકોટ પૂર્વમાં ભાજપના અરવિંદભાઈ રૈયાણી અને કોંગ્રેસના મિતુલ દોંગા વચ્ચે ચૂંટણી જંગ છે.

 

(4:57 pm IST)