Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ- ૬૯માં બપોરનાં ૨ વાગ્યા સુધીમાં ૧ લાખથી વધુ મત પડયા

રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ ૩,૧૬,૬૬૫ મતદારોઃ ૩૫ ટકાથી વધુ મતદાન

રાજકોટ, તા. ૯:  ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન  આજે થઇ રહ્યુ છે. ત્યારે સમગ્ર દેશની નજર છે તે રાજકોટ-૬૯ બેઠકમાં બપોરનાં ૨ વાગ્યા સુધીમાં  ૧ લાખથી વધુ મતદાન થયુ છે.

રાજકોટ-૬૯માં ૩,૧૬,૬૬૫  મતદારો પૈકી  ૧ લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે ૧,૬૧,૨૨૪ પુરૂષ મતદારો પૈકી ૫૫,૯૫૫ એ મતદાન કર્યુ હતુ. સ્ત્રી મતદારો પૈકી ૪૫,૪૫૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. આ બેઠકમાં કુલ ૨૯૮ બુથ કેન્દ્ર છે.

નોંધનીય છે કે રાજકોટ પશ્ચિમ એટલે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ જ્યાં લડી રહ્યા છે. સમગ્ર દેશની નજર જે બેઠક પર છે ત્યાં બન્ને પક્ષની પ્રતિષ્ઠા દાવ ઉપર છે.

(4:28 pm IST)