Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ભોમેશ્વરમાં ઉજવાયું લોકશાહી પર્વઃ કાર્યકરો-મતદારોમાં જબરો થનગનાટ

પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા યુવા મતદારો અને સિનીયર સીટીઝનોનું તિલક કરી અભિવાદન કરાયું

સુપ્રિસદ્ધ ભોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલા ૬૯ વિધાનસભા ક્ષેત્રમાં આવતા ભોમેશ્વર પ્લોટમાં આજે લોકશાહી પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. કાર્યકરો અને મતદારોમાં સવારથી જ ભારે થનગનાટ જોવા મળ્યો હતો. તસ્વીરમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા ભોમેશ્વરના યુવા મતદારને તિલક કરી અભિનંદન અપાયા ત્યારની તસ્વીરમાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને ભાજપના યુવા કાર્યકર યુવરાજસિંહ સરવૈયા, ગેલાભાઈ ભરવાડ, સલીમ ઠેબા અને નીચેની તસ્વીરમાં અજયસિંહ ચુડાસમા, અશ્વિન ત્રિવેદી, હર્ષદ ડોડીયા, ધર્મેન્દ્ર વ્યાસ, વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, આર.ડી. ઝાલા, મિલન પરમાર, હીનાબેન જૈન, મનિષાબેન સહિતના ઉત્સાહી કાર્યકરો નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(4:22 pm IST)