Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ ગ્રામ્યમાં પ્રથમ ૬ કલાકમાં ૪૦ ટકા મતદાન

કુલ ૨,૪૨,૪૮૨ મતદારો પૈકી ૬૪,૮૫૩ એ મતદાન કર્યુ

રાજકોટ,તા.૦૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાય રહ્યુ છે ત્યારે રાજકોટ ૭૧(ગ્રામ્ય)ની બેઠકોમાં સવારે ૮ થી ૨ વાગ્યા સુધીમાં ૪૦ ટકાથી જેટલુ મતદાન નોંધાયુ હતું.

આ અંગે સતાવાર આંકડા તરફ નજર કરીએ તો રાજકોટ-૭૧નાં ૩,૦૦,૦૪૭  મતદારો પૈકી  ૧ લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે ૧,૫૮,૦૧૯ પુરૂષ મતદારો પૈકી ૫૪,૪૨૫એ મતદાન કર્યુ હતુ. સ્ત્રી મતદારો ૧,૪૨,૦૨૭ પૈકી ૩૭,૪૦૫ મતદારોએ મતદાન કર્યુ હતુ. આ બેઠકમાં કુલ ૩૩૭ બુથ કેન્દ્ર છે.

 જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાજપના લાખાભાઈ સાગઠિયા અને કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા વચ્ચે ચૂંટણી જંગ છે.(૨૮.૮)

 

(4:19 pm IST)