Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કલેકટર – મેયર - ચેતેશ્વર પૂજારા તથા ડીડીઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે, અમુક બુથમાં સવારથી લાંબી લાઇનો લગી છે તો અમુકમાં કાગડા ઉડતા હતા, જો કે બપોર પછી ગરમાવો પણ અવ્યો હતો, આજે દરેક અધિકારીઓ અને ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર અને ભારતના ધરખમ બોલમેન ચેતેશ્વર પુજારાએ પણ ઉત્સાહપૂર્વક મતદન કર્યુ હતું.  તસ્વીરમાં રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે, ચેતેશ્વર પૂજારા, તથા ભૂતપૂર્વ રણજી ખેલાડી અરવિંદ પૂજારા મતદાન બાદ અચુક મતદાન કરવા અપીલ કરતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની અને મીસીસ પાની, ત્રીજી તસ્વીરમાં મેયર ડો. જૈમનભાઇ ઉપધ્યાય અને મીસીસ ઉપાધ્યય ફેમેલી સાથે મતદાન બાદ, અને છેલ્લી તસ્વીરમાં ડીડીઓ શ્રી કોઠારી મતદાન બાદ જણાય છે., નીચેની તસ્વીરમાં ઉત્સાહપૂર્વક મહિલા-પુરૂષો મતદાન કરતા, અને મવડીમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કુલમાં મતદારોની લાંબી લાઇનો જણાય છે. છેલ્લી તસ્વીરમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી. કે. સખીયા, કોર્પોરેટર જૈમીન ઠાકર, અજય પરમાર તથા ભાજપ અગ્રણી જયેશ પરમાર મતદાન બાદ નજરે પડે છે, તેમની બાજુમાં કોંગ્રેસ અગ્રણી જયપાલસિંહ રાઠોડ, ભાજપ આગેવાન પીયુભાઇ ઝાલા અને છેલ્લે માધાપરના લોકોએ મતદાન કર્યુ તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.૯)

 

(4:51 pm IST)