Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મતદાન માટે સવારથી જ ઉત્સાહ...તમામ બુથ પર લાંબી કતારોઃ મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આજે યોજાયેલા મતદાનમાં રાજકોટ શહેરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારથી મતદાન શરૂ થયું હતું. સવારથી જ તમામ મતદાન મથકોના બુથ પર મતદાતાઓની કતારો લાગી ગઇ હતી. જેમાં મહિલા મતદારોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હતી. નાના બાળકોને સાથે લઇને મહિલાઓ હોંશે-હોંશે મતદાન કરવા પહોંચી ગઇ હતી. જુદા-જુદા બુથ પર મતદારોની કતારો જોઇ શકાય છે. ઉપરની તસ્વીરમાં કોંગ્રેસના મહેશ રાજપૂત, ભાજપના પ્રદિપ ડવ અને ડો. બલદાણીયા તથા અન્ય તસ્વીરોમાં મતદાર સ્લીપની ચકાસણી કરતાં ફરજ પરના જવાન અને ઉત્સાહિત મતદારો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

(12:47 pm IST)