Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વિધાનસભાના રાજકોટ બેઠકના ઉમેદવારોએ પોતપોતાના વિજયની આશા સાથે કર્યુ મતદાન

રાજકોટઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આજે યોજાયેલા મતદાનમાં સવારથી જ ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ થયો હતો. તસ્વીરોમાં રાજકોટ વિધાનસભાની હાઇપ્રોફાઇલ સીટ ઉપરના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ પોતાનો મત્તાધિકાર વાપર્યો હતો તે પ્રથમ તસ્વીરમાં  નજરે પડે છે. અન્ય તસ્વીરમાં વિજયભાઇના પ્રતિદ્વંદી કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સપરિવાર મતદાન કર્યુ હતું, આ ઉપરાંત ભાજપના ઉમેદાર ગોવિંદભાઇ પટેલ તેમના પ્રતિદ્વંદી ડો. દિનેશ ચોવટીયા મત્તાધીકારનો ઉપયોગ કરતાં નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મિતુલ દોંગાએ પરિવારજનો સાથે મતદાન કર્યુ હતું તે તથા છેલ્લી તસ્વીરોમાં દોંગાના હરિફ ઉમેદવાર ભાજપના અરવિંદ રૈયાણી અને ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

(12:01 pm IST)