Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોલીસ કમિશ્નર અનુપમસિંહે ગહલૌતે મતદાન કર્યુઃ બાદમાં પોલીસ કન્ટ્રોલરૂમમાં પહોંચ્યા

નાનામાં નાની ફરિયાદને ગંભીર ગણી તુર્ત જ નિકાલ કરાવવા પોલીસ કન્ટ્રોલ રૂમના અધિકારી-સ્ટાફને સુચના આપી

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીના આજે પ્રથમ તબક્કાના મતદાન સંદર્ભે જાગૃત મતદારોએ સવારથી જ ભારે મતદાન કરવા માટે કતારો લગાવી હતી. શહેરની કાયદો વ્યવસ્થાની અને આજે ચૂંટણીના દિવસે કોઇપણ જગ્યાએ કોઇપણ પ્રકારના છમકલા ન થાય તેની જવાબદારી જેના પર છે તેવા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈતે ફરજની વચ્ચે થોડો સમય કાઢી મતદાનના મહાપર્વમાં મતદાન કર્યુ હતું.   શ્રી ગહલોૈતે રૂડા બિલ્ડીંગ પાસેના બુથ ખાતે મતદાન કર્યુ હતું. ત્યારબાદ તેઓ સીધા પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતાં અને ફરજ પરના સ્ટાફને ખાસ સુચનાઓ આપી હતી. ફોનથી કે ફેકસથી મળતી કોઇપણ નાની-મોટી ફરિયાદો સંદર્ભે ગંભીરતા દાખવી તુર્ત જ તેનો નિકાલ કરાવવાની સુચના તેમણે આપી હતી. તસ્વીરમાં બુથ અંદર શ્રી ગહલોૈત અને મતદાન કર્યા બાદ શાહીનું નિશાન બતાવ્યું તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(11:59 am IST)