Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ભાજપ-કોંગ્રેસના રાજકિય આગેવાનોએ બજાવી મતદાનની પવિત્ર ફરજ

વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં રાજકોટ શહેર જીલ્લા ગ્રામ્યમાં સવારથી જ ભારે મતદાન માટે મતદારો ઉમટી પડ્યા હતાં. ઠેર-ઠેર બુથ પર લાંબી કતારો જામી હતી. ભાજપ તથા કોંગ્રેસના રાજકિય આગેવાનો-ખેરખાંઓએ સવારે સજોડે તેમજ એકલા પહોંચીને મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. તસ્વીરોમાં મતદાન કરી રહેલા અગ્રણીઓમાં ઉપરથી પ્રથમ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, બાજુમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ અને શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, શ્રી અને શ્રીમતિ કશ્યપ શુકલ, જીતુભાઇ ભટ્ટ અને શ્રીમતિ બીનાબેન ભટ્ટ, શામજીભાઇ ખુંટ, પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસી કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા અને કોંગ્રેસના લિગલ સેલના અગ્રણી શ્રી અશોકસિંહ વાઘેલા, માજી કોર્પોરેટર રાજુ બોરીચા, ભાજપના શ્રી અને શ્રીમતિ ભૂપત બોદર, પટેલ ટીમ્બર પરિવારના માતુશ્રી શાંતાબેન તળાવીયા, શ્રીમતિ બીનાબેન તળાવીયા અને ભાવેશભાઇ તળાવીયા તથા સોૈથી નીચે હરોળમાં કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા તથા એક પીઢ મતદાર અને શ્રી અને શ્રીમતિ ભરત દોશી તેમજ અંતિમ તસ્વીરમાં સિનીયર સિટીઝનો જે મતદાન કરવા નીકળ્યા હતાં તેમનું તિલક કરી અભિવાન કરતાં ભાજપના કોર્પોરેટર મનિષ રાડીયા સાથે પૂર્વ કોર્પોરેટર બિપીન અઢીયા તથા માધવ દવે સહિતના નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

(5:02 pm IST)