Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયાના મતદાનનું વિડીયો શુટીંગ ઉતારાતાં વિવાદઃ કલેકટરને જાણ કરાઇ

રાજકોટ તા. ૯: આજે વિધાનસભા ચૂંટણીના મતદાનને દિવસે સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાતો હતો. ઠેર-ઠેર મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળતી હતી. દરમ્યિાન રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર વશરામ સાગઠીયા સવારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમની પાછળ ઉભો રહીને એક શખ્સ તેમનું વિડીયો શુટીંગ ઉતારતો હતો. આ વિડીયો ટીવી ચેનલોમાં વહેતો થતાં વિવાદ સર્જાયો હતો. જીલ્લા કલેકટર સુધી આ મામલો પહોંચ્યો છે. વશરામ સાગઠીયાએ કોને મતદાન કર્યુ? તે બાબતો વિડીયો ઉતારવામાં આવ્યો હતો.

 

(12:53 pm IST)