Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજકોટમાં વ્હેલી સવારથી મતદારોની કતારો : ભારે ઉત્સાહ

જાગૃત મતદારો વ્હેલી સવારથી જ નીકળી પડ્યા : સાંજ સુધીમાં ભારે મતદાન થવાની સંભાવના

રાજકોટ, તા. ૯ : આજે મતદારોનો દિવસ છે. નાગરીકો મતદાન કરી પોતાની ફરજ બજાવશે. સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં મતદારોનો ઉત્સાહ ભારે હોવાનું જાણવા મળે છે. વ્હેલી સવારથી જ કતારો જોવા મળે છે.

રાજકોટમાં સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. એકાદ જગ્યાએ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મતદાનની પ્રક્રિયા થોડી મોડી શરૂ થયાનું જાણવા મળે છે. મતદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. શહેરમાં બરાબર ૮ના ટકોરે મતદાન શરૂ થઈ ગયુ હતું. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમયસર પોતાના ઘરોમાંથી નીકળી મતદાનની ફરજ બજાવવા નિકળી પડ્યા હતા.

યુવાઓથી માંડી મોટી ઉંમરના વડીલો મતદાન કરવા પહોંચી ગયા હતા. અમુક મતદાન મથકો ઉપર તો સવારથી જ લાંબી લાઈનો જોવા મળતી હતી.

(11:56 am IST)