Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આલે... લે... પહેલા કોળિયે જ માખી...: રાજકોટ શહેર-જીલ્લામાં મતદાનના પ્રથમ કલાકમાં જ ૩૪ ઈવીએમ- વીવીપેટ ખોટકાયા

મતદાન મથકોમાં રકઝકના દ્રશ્યો

રાજકોટ, તા. ૯ :. આજે સવારે ૮ વાગ્યાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં સવારે પહેલી એક કલાકમાં જ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડવાની ફરીયાદોનો ધોધ વહ્યો હતો.

આ અંગે કલેકટર તંત્રના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૮ થી ૯ વાગ્યાની પ્રથમ કલાકમાં રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકોમાં કુલ ૩૪ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડયાની ફરીયાદોનો નોંધાઈ છે.

જેમાં રાજકોટ વિધાનસભા-૬૮માં ૧૦, ધોરાજી-૭૫માં ૭, ગોંડલમાં ૩, જસદણ-૭૨માં ૮, રાજકોટ-૬૯માં ૩, રાજકોટ-૭૧ ગ્રામ્યમાં ૨ સહિત કુલ ૩૪ જેટલા ઈવીએમ અને વીવીપેટમાં મશીનની સ્ક્રીન ફાટી જવાની અને કંઈ દેખાતુ ન હોવાની ફરીયાદો આવી હતી. કલેકટર તંત્ર દ્વારા આ બાબતે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ અને પોલીંગ એજન્ટો-ઉમેદવારો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા.

 

(10:01 am IST)