Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

'Role of Mass Media in Higher Education'

ડો. ઇરોસ વાજાના પુસ્તકનું વિમોચન

સમૂહ માધ્યમો, આધુનિક ટેકનોલોજી તથા ઉચ્ચ શિક્ષણના મહત્વના પાસાઓનો સમાવેશ

રાજકોટ, તા. ૯ : માતુશ્રી વીરબાઇમાં મહીલા કોલેજ રાજકોટના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો.ઇરોસ વાજા દ્વારા લીખીત પુસ્તક Role of Mass Media in Higher Education નું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી અને ઉપકુલપતિ ડો.  વિજયભાઇ દેસાણી દ્વારા કરવામાં આવેલ હતું.

અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં પીએચડીની ઉચ્ચતમ ડીગ્રીઓ ધરાવતા ડો.ઇરોસ વાજાએ આ પુસ્તક વિષે માહીતી આપતા અકિલાને જણાવ્યું હતું કે મીડીયા એક યા બીજી રીતે લોકોને માહીતગાર કરવાના માધ્યમ તરીકે માનવ સંસ્કૃતિનો એક અભીન્ન અંગ રહયું છે. પ્રાચીન ભારતમાં મીડીયા વેદ અને ઉપનિષદથી વિકસીત થયું છે. મધ્યકાલીન યુગમાં અશોકના શિલાલેખથી આધુનિક ટેલીવીઝન, પ્રેસ, ઇન્ટરનેટ અને ઓનલાઇન શિક્ષણ સુધી સમય જતા મીડીયાનું સ્વરૂપ બદલાતુ રહયું છે. માહીતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપી ક્રાંતીએ મીડીયાને સક્ષમ બનાવ્યું છે. આજના ડીજીટલ વિશ્વમાં, માસ મીડીયા કોઇ પણ રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભુમીકા નિભાવે છે અને તે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં તે વધુ મહત્વપુર્ણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વાજાએ કેનેડા, રશિયા, અમેરીકા, દુબઇ જેવા દેશોના શૈક્ષણીક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કર્યુંર્ુ છે. તેઓ ઇન્ડીયન એસોસીએશન ફોર કેનેડીયન સ્ટડીઝ જેવી ૧ર૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એકઝેકયુટીવ કાઉન્સીલ તરીકે પણ સેવાઓ આપી રહયા છે. અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચડીની ડીગ્રીઓ હાંસલ કરી છે.

વેદાંત પબ્લીશન્સના ડો. અર્જુન દવેના જણાવ્યા મુજબ આ પુસ્તક કોવીડ-૧૯ના સમયમાં સમૂહ માધ્યમોની ભુમીકા પર પ્રકાશ પાડે છે અને આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ વિષે માર્ગદર્શન પુરૂ પાડે છે. સમુહ માધ્યમો, આધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણના મહત્વના તમામ પાસાઓને આવરી લેતુ આ સંશોધન ખુબ ઉપયોગી સાબીત થશે.

(3:47 pm IST)