Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ડો.ભાવેશ વિઠલાણીની સારવાર હેઠળ સરોગેટ મધરનો સફળ પ્રયોગ

મુસ્લિમ સરોગેટ મધરે આધેડ હિન્દુ દંપતીને સંતાન સુખ આપ્યું : કોમી એકતાનું ઉદાહરણ : સરોગેટ માતાએ બાળકના જન્મ સુધી સાત્વિક ખોરાક લીધો, ભારતીયો શાસ્ત્રોનું પઠન કર્યું : પુત્ર જન્મથી અમને નવું જીવન મળ્યું- ગજેન્દ્રસિંહ : ડો. વિઠલાણીની સારવારથી ૨૧ વર્ષમાં ૩૦ હજાર યુગલોને ત્યાં પારણા બંધાયા

રાજકોટ,તા. ૯: ડો.ભાવેશ વિઠલાણીની સારવાર હેઠળ સરોગેટ મધરનો સફળ પ્રયોગ થયો છે. આધેડ વયના પ્રયોગ થયો છે. આધેડ વયના દંપતીને ત્યાં પારણું બંધાયું છે. આ પ્રયોગ કૌમી એકતાની દ્રષ્ટિએ પણ પ્રેરક છે.

સરોગેટ મધર પ્રયોગ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો.ભાવેશ વિઠલાણી, ડો.કોમલબેન વિઠલાણી તથા સરોગેટ મધર અફસાનાબેન ઉપસ્થિત રહ્યા હતા.

ડો.ભાવેશ વિઠલાણીએ જણાવ્યું હતુ કે, અગાઉના સમયમાં કોઇ દંપતિને કોઇ પણ કારણોસર સંતાન ન થતા હોય તો તેની દવાઓ ભાગ્યે જ હતી અને આખી જીંદગીએ દંપતિને બહેનોએ નિઃસંતાન હોવાને કારણે સાંસરીક, પારિવારીક, સામાજીક રીતે ખૂબ જ સહન કરવું પડતું. સમયાંતરે વિજ્ઞાને ખૂબ સંશોધનો કર્યા તેથી આજે કોઇ દંપતિને ત્યાં કીલકીલાટ કરતુ બાળક ન હોય તેવું ભાગ્યે જ બને છે જો કે એ માટે અનુભવી અને નિષ્ણાંત તબીબો હોય તો પરિણામ ઝડપથી મળે છે.

રાજકોટના અફસાના બહેને હિન્દુ દંપતિ -એક સૈનિકોને ત્યાં પારણુ બંધાય એ માટે સરોગેટ મધર બન્યા અને કોમી એકતાનું જવલંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જે આપણા સૌ માટે, દેશ માટે ગૌરવની વાત છે.

રાજકોટની પ્રખ્યાત 'માઁ ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર' (શ્રધ્ધા હોસ્પિટલ, ઇન્દિાર સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ)ના ડોકટર ભાવેશ વિઠલાણીના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન આર્મીના પૂર્વ સૈનિક ગજેન્દ્રસિંહને ત્યાં આઇ.વી.એફ પધ્ધતિથી આધેડ વયે સંતાન પ્રાપ્તી થતા સૈનિક પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.ઇન્ડિયન આર્મીની ૧૬ બિહાર રેજીમેન્ટ બટાલિયન કે જેઓ હાલમાં ભારત-ચીન બોર્ડર ઉપર તેના શુરવીરતાની લડાઇ માટે ખૂબ જ પ્રખ્યાત થઇ છે તે બટાલીયનમાં કાર્ય કરી નિવૃત થયેલ ગજેન્દ્રસિંહ હાલમાં પણ સૈનિક મંડળમાં સેવા આપી રહ્યા છે. ગજેન્દ્રસિંહને લગ્ન જીવન બાદ સંતાનમાં એક પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થયેલ પરંતુ દુભાગ્યે ૧૯ વર્ષના પુત્રને કેન્સર નિદાન થયેલ અને તેમની સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આધેડ વયે સંતાનને ગુમાવ્યાના શોકમાં દંપતિ વ્યાકુળ રહેતુ હોય અને હવે પછી વૃધ્ધાવસ્થાના દિવસો કેમ પસાર થશે તેની ચિંતામાં જિંદગીમાંથી રસ ઉડી ગયો હોય તેમણે ફરીથી બીજું સંતાન અવસરે તે હેતુથી આધેડ વયે તેમના પુત્રના મૃત્યુ બાદ તુરત જ તેઓ ફરી સંતાન પ્રાપ્ત કરવા માટે પ્રયાસો શરૂ કરેલ અને અનેક ડોકટરો પાસે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પણ કોઇ પરિણામ ન મળતા જુલાઇ ૨૦૧૯માં તેઓ ડોકટર ભાવેશ વિઠલાણીને મળ્યા હતા. ડોકટર ભાવેશ વિઠલાણીના હૃદયમાં સૈનિકો પ્રત્યે વિશેષ પ્રેમ અને આદર હોય તેઓને પૂર્વ સૈનિક એવા ગજેન્દ્રસિંહને હૈયા ધારણ આપી ફરીથી સંતાન પ્રાપ્તિ થઇ શકે તે બાબતે બાંહેધરી આપી હતી. ગજેન્દ્રસિંહના પત્નીની ઉંમર વધુ હોય અને શારીરિક અને માનસિક સ્થિતીને ધ્યાનમાં રાખી આ કેસમાં ડોકટર વિઠલાણીએ સરોગેટ મધરની તલાશ કરવાનું નક્કી કર્યું હતું. આ દંપતિના સદ્ભાગ્યે એક મુસ્લિમ મહિલા સરોગેટ મધર બનવા માટે તૈયાર થઇ હતી એક મુસ્લિમ મહિલા હિન્દુ દંપતિને સંતાન સુખ આપવા આગળ આવેલ એ વાત હાલના માહોલમાં ખૂબ સરાહનીય કહી શકાય.ત્યાર બાદ ડોકટર વિઠલાણી દ્વારા આઈ.વી.એફ. પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ માટે સારવાર શરૂ કરવામાં આવી હતી અને ટેસ્ટ ટયુબમાં ગર્ભ વિકસીત થયા બાદ તેને સરોગેટ મધરના ઉદરમાં સ્થાપિત કરેલ. પ્રથમ પ્રયત્ને જ ખૂબ સારૂ પરિણામ મળતા ગત તારીખ ૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ પુરા મહિને પૂર્વ સૈનિક દંપતિને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થયેલ અને તેઓના પરિવારમાં ફરીથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગજેન્દ્રસિંહ નિવૃત સૈનિક

આ બાબતે ગજેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે ડોકટર ભાવેશ વિઠલાણીને ખરેખર દેશ પ્રત્યે અને સૈનિકો પ્રત્યે ખૂબ જ આદર છે. તેમની જેમ જ બીજા પણ અનેક પૂર્વ સૈનિકો અને સૈનિકોને ત્યાં આ પ્રકારની સમસ્યાઓમાં તેમણે સફળ પરિણામ આપ્યા છે અને કોઈ પણ પ્રકારના આડ ખર્ચાઓ કરાવ્યા વગર તેઓ નિઃસંતાન દંપતિઓની સારવાર કરી રહ્યા છે. તે ખૂબ જ ઉત્કૃષ્ટ બાબત છે. ડોકટર વિઠલાણીના કારણે તેમના જીવનમાં ફરીથી ખુશીનો માહોલ છવાયો છે.

અફસાના બહેનઃ સરોગેટ મધર

અફસાના બહેનના જણાવ્યા પ્રમાણે પોતે કોઈ પ્રોફેશ્નલ સરોગેટ મધર નથી, પરંતુ એક સૈનિક પરિવારને ત્યાં દુઃખમાંથી ખુશીઓ રેલાય તે માટે સરોગેટ મધર બનવાનું નક્કી કર્યુ હતુ અને આ સમયગાળા દરમિયાન ફકત શાકાહારી ખોરાક જ લીધો હતો. હિન્દુ ધર્મ સંસ્કૃતિને જાણવા માટે ગુગલ તથા યુ-ટયુબનો ઉપયોગ કરી ગર્ભ સંસ્કારનું જ્ઞાન મેળવ્યુ હતું. આ સાથે સ્વસ્થ બાળક આવે તે માટે માનતાઓ પણ રાખેલ હતી અને સાથોસાથ પ્રાર્થનાથી માંડીને સગર્ભાવસ્થાના દરેક તબક્કે સગી જનેતાની જેમ સવિશેષ ધ્યાન આપી તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.

ડો. ભાવેશ વિઠલાણીએ સન ૧૯૯૯માં એમ.ડી. ગાયનેક એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલ અમદાવાદ ખાતેથી એશીયાની મોટામાં મોટી કીડની હોસ્પીટલ, અમદાવાદ ખાતે ૩ વર્ષ વંધ્યત્વ, એન્ડોસ્કોપી, હાઈ રીસ્ક પ્રેગનન્સી ડિપાર્ટમેન્ટમાં આસી. પ્રોફેસર તરીકે સેવા આપી ૨૦૦૩થી રાજકોટ ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરી. સાલ ૨૦૦૬થી શ્રધ્ધા હોસ્પીટલ (ઈન્દીરા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ-રાજકોટ) 'માં ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર'નો શુભારંભ કર્યો હતો. ૨૧ વર્ષની ઝળહળતી સફળ કારકિર્દીમાં ૩૦,૦૦૦થી વધુ નિઃસંતાન દંપતિઓના ઘરે સંતાન પ્રાપ્તિમાં સહભાગી થયા છીએ એમાં પણ ૪૫૦૦થી વધુ દંપતિઓ એવા કે જેઓને ઘણી જગ્યાએથી સારવાર કરાવી નિષ્ફળતા મળી પછી બાળકની આશા જ મુકી દીધી હોય કે પ્રખ્યાત જગ્યાએથી પણ બાળક માટે ના પાડી હોય કે નિરાશા સાંપડી હોય તેમાં પણ સંતાન પ્રાપ્તિમાં ભાગીદાર થયા છે.

૫૦થી વધુ એવા દંપતિઓ કે જેમાં જન્મજાત ગર્ભાશય જ ન હોય અથવા કાઢી નાંખ્યુ હોય કે મેડીકલની ગંભીર બિમારીના લીધે સગર્ભાવસ્થા સલાહ યોગ્ય ન હોય તેવામાં સરોગસી (ભાડુતી કુખ) દ્વારા સંતાન પ્રાપ્તિ કરાવેલ છે.

આ અંગે વધુમાં ડો. ભાવેશ વિઠલાણીએ જણાવ્યુ હતુ કે આધુનિક વિજ્ઞાનમાં ખૂબ સંશોધન થયા છે. વ્યંધત્વ દૂર કરવા માટે ઘણી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા સફળતા મળે છે અને સારવારની અલગ અલગ પદ્ધતિઓ જેવી કે ટેસ્ટ ટયુબ બેબી (આઈવીએફ), આઈવીએફ આઈસીએસઆઈ ઈન્ટ્રા સાઈટો પ્લાઝમીક સ્પર્મ ઈન્જેકશન,  આ ઈવીએફ ઓડી - ઓવમ ડોનેશન, આ ઈવીએફ ઈડી એમ્બ્રીયો ડોનેશન, સરોગસી (ભાડુતી ગર્ભાશય), પીઈએસઈ, ટીઈએસએ, એમઈએસઈ - વીર્યના જંતુઓને શુક્રપિંડમાંથી મેળવવાની અલગ અલગ પદ્ધતિ, ઈન્ટ્રયુટરાઈન ઈન્સેમીનેશન (આઈયુઆઈ), ડોનર સ્પર્મ આઈયુઆઈ, એન્ડોસ્કોપી, ફોર ડી સોનોગ્રાફી, કલર ડોપ્લર સોનોગ્રાફી જેવી દરેક આધુનિક સારવાર ડો. ભાવેશ વિઠલાણી - શ્રધ્ધા હોસ્પીટલ 'માં ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર' ખાતે ઉપલબ્ધ છે. આભારવિધિ ડો. કોમલબેન વિઠલાણીએ કરી હતી.

(3:45 pm IST)