Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પંચાયતના પ્રિ.ઓડીટ પ્રકરણમાં મુદત પડી કારોબારી અધ્યક્ષ અંગેનો ચુકાદો દિવાળી પછી

રાજકોટ,તા. ૯: જિલ્લા પંચાયતના વહીવટીમાં વર્ક ઓર્ડરનું પ્રિ-ઓડીટ બંધ કરવાના ડી.ડી.ઓ.ના પરિપત્ર સામે સામાન્ય સભાએ કરેલ ઠરાવ સામે વિકાસ કમિશનર શ્રી એમ.જે. ઠક્કરે સ્ટે. આપ્યો છે. આજે તેની સુનાવણીની તારીખ હતી પણ વિકાસ કમિશનરની વ્યસ્તતાને કારણે સુનાવણી થઇ શકેલ નહિ હવે હાલ ડી.ડીઓના પરિપત્ર મુજબની પધ્ધતિ અમલમાં છે. કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરિયાને -લાંચ કેસ સબબ ગેરલાયક ઠેરવવાના પ્રકરણની વિકાસ કમિશનર સમક્ષ સુનાવણી પુરી થઇ ગઇ છે. હવે ચુકાદો આવવા પાત્ર છે. આ ચૂકાદો દિવાળી પછી જ આવશે તેમ જાણવા મળે છે. વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત તા. ૨૧ ડીસેમ્બરે પૂરી થઇ રહી છે.

(3:42 pm IST)