Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કિશાનપરા ચોકમાં જગ્યા રોકાણની મંજુરી વગરનો ફટાકડા સ્ટોલ બંધ કરાવાયો

રાજકોટ, તા. ૯ : શહેરના જાહેર માર્ગો પર મંડપ-છાજલી-સ્ટોલ વગેરે માટે મ.ન.પા.ના જગ્યા રોકાણ વિભાગની મંજુરી મેળવવા જરૂરી છે. ત્યારે કિશાનપરા ચોકમાં વગર મંજુરીએ ખડકી દેવાયેલ ફટાકડાના સ્ટોર બંધ કરાવાયો હતો.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહિતી મુજબ કિશાનપરા ચોકમાં રસ્તાની બાજુની જાહેર જગ્યામાં જગ્યા રોકાણ વિભાગની મંજુરી વગર 'ડીંગ-કીંગ ફાયર વર્કસ' નામથી ફટાકડાનો સ્ટોલ ઉભો કરાયો હોવાની ફરીયાદ મળતા જગ્યા રોકાણ વિભાગે આ સ્ટોલને બંધ કરાવીને મંજુરીની પ્રક્રિયા કરવા સ્ટોલ સંચાલકને સુચના આપી હતી.

(3:42 pm IST)