Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગોકુલધામમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન નહી થતા માહીતી અધિકાર હેઠળ કાર્યવાહી

વૃધ્ધો-અપંગોનાં ઘરેથી કચરો લઇ જવાની નીતી હોવા છતાં કેમ ગાર્બેજ કલેકશન નથી થતું? : શેરી નં. ૬નાં રહેવાસીઓની આર.ટી.આઇ.

રાજકોટ, તા., ૯: શહેરની ગોકુલધામ સોસાયટીમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન નીતી નિયમ મુજબ થતુ ન હોઇ આ બાબતે રહેવાસીઓ દ્વારા માહીતી અધિકાર હેઠળ માહીતી માંગી છે.

આ અંગે ગોકુલધામ શેરી નં.૬માં બ્લોક નં. ર૬પ થી ર૮પ સુધીનાં રહેવાસીઓએ કરેલી આર.ટી.આઇ.માં જણાવ્યું છે કે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન માટે કોન્ટ્રાકટર સાથે થયેલ કરારની નકલ આપવી. તેમજ વૃધ્ધો-અપંગોનાં ઘરેથી કચરો લેવામાં નથી આવતો. તે અંગેના પરીપત્રની નકલ આપવી.

મ્યુ. કમિશ્નરને ફરીયાદ

આ ઉપરાંત રહેવાસીઓએ આ બાબતે મ્યુ. કમિશ્નરશ્રીને પણ લેખીત ફરીયાદ કરી છે જેમાં જણાવાયું છે કે આ સોસાયટીમાં સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થતુ નથી. જે અંગે ફરીયાદ નીચે મુજબ છે.

આ સોસાયટીમાં ઘણા પરીવારો વૃધ્ધ, અપંગ અને એકલા રહેતા પરીવારો છે. ગાર્બેજ કલકેશન માટે વાહન આવે છે તેમાં ડ્રાઇવર અને કલીનર વાહનમાં બેસીને વ્હીસલ વગાડે છે. વાહનમાથી નીચે ઉતરી ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા નથી. અમો અવાર નવાર આ બાબતે વિનંતી અને મુશ્કેલીની રજુઆત કરવા છતા તેઓ ડોર પર કચરો લેવા આવવાની ના પાડે છે તે બાબતે યોગ્ય પગલા લેવા માંગ છે.

(3:41 pm IST)