Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વાસી લાડુ સહિત ૧૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ : ૪ વેપારીને નોટીસ

દિવાળીના તહેવારોમાં આરોગ્ય તંત્રનું સતત ચેકીંગ : કાજુ મેસુબ, રાજસ્થાની નમકીન, ફાઇવ સ્ટાર મુખવાસ સહિત ૪નાં નમૂનાઓ લેવાયાઃ ૨૩ કિલો છાપેલ પસ્તીનો નાશ કરાયો

રાજકોટ તા. ૯ : દિવાળીના તહેવારોમાં મિઠાઇ - ફરસાણની દુકાનોમાં મ.ન.પા.ના આરોગ્ય તંત્ર દ્વારા સતત ચેકીંગ થઇ રહ્યું છે જે અંતર્ગત આજે લાડુ સહિત કુલ ૧૩ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો તેમજ ૪ વેપારીઓને નોટીસ અપાઇ હતી.

આ અંગે આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કરેલી વિગતો મુજબ  મહાનગરપાલિકાની ફુડ વિભાગની કુલ - ૪ ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય, જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાધ્ય તેલની TPC વેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે

નમૂનાની કામગીરી

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક ખાતેથી મૈસુબ (લૂઝ), અંબિકા ફરસાણ માર્ટ, મોરબી રોડ ખાતેથી શક્કરપારા (લૂઝ), રાજસ્થાની જોધપૂરી સ્વીટ એન્ડ નમકીન, કુવાડવા રોડ ખાતેથી કાજુ મૈસુબ (લૂઝ) અને અલંકાર મુખવાસ, નવાનાકા રોડ ખાતેથી ફાઇવસ્ટાર મુખવાસ (લૂઝ)નો સમાવેશ થાય છે.

ચેકીંગ ઝુંબેશ

ફૂડ વિભાગ દ્વારા આકાશ ડેરી ફાર્મ, રૈયાધાર મે. રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. યમુના ફરસાણ, રૈયાધાર મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૬ કિ.ગ્રા. નાશ કરાયેલ. શ્રીનાથજી ફરસાણ, રૈયાધાર મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૧.૫ કિ.ગ્રા. નાશ, જય જલારામ દુધાલય, લાખના બંગલાવાળો રોડ, ગાંધીગ્રામ, ખાતે વાસી પડતર લાડુ - ૧૦ કિ.ગ્રા. વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા હાઇજીન અંગે નોટીસ આપેલ, શ્રીશકિત ડેરી ફાર્મ, પરમેશ્વર સોસા.શે.-૨ ખાતે વાસી ખીરૂ - ૩ કિ.ગ્રા. નાશ કરેલ છે. જય ચામુંડા ફરસાણ, પરમેશ્વર સોસા.શે.-૬ ખાતે છાપેલ પસ્તી - ૬ કિ.ગ્રા. નાશ કરેલ છે. જય ગોપાલ ફરસાણ, શાંતી નીકેતન સોસા.ખાતે છાપેલ પસ્તી - ૩ કિ.ગ્રા. નાશ કરેલ છે. ધર્મેન્દ્ર શંકર કેળા વેફર , રામેશ્વર મે. રોડ ખાતે વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા લાયસન્સ અંગે નોટીસ આપેલ છે. મહેતા ફરસાણ એન્ડ સ્વીટ , રામેશ્વર મે. રોડ ને ત્યાં છાપેલ પસ્તી - ૨ કિ.ગ્રા. નાશ કરાયેલ છે. જલારામ નાયલોન ખમણ, રામેશ્વર મે. રોડ ખાતે લાયસન્સ અંગે સૂચના અપાયેલ છે.

રામેશ્વર ડેરી ફાર્મ, રામેશ્રર પાર્ક,નાણાવટી ચોક મે. રોડ ખાતે ચકાસણી કરેલ છે. તીરૂપતી ડેરી, રામેશ્વર પાર્ક, નાણાવટી ચોક મે. રોડ ખાતે ચકાસણી કરેલ છે.

શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર પાર્ક, નાણાવટી ચોક મે. રોડ ખાતે ચકાસણી કરેલ. નટરાજ ખમણ હાઉસ , રામેશ્વર પાર્ક, નાણાવટી ચોક મે. રોડ ખાતે વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા લાયસન્સ અંગે નોટીસ અપાયેલ છે. ન્યુ શકિત ફરસાણ, અંજલીપાર્ક મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૧ કિ.ગ્રા. નાશ કરેલ છે. શ્રી બાલકૃષ્ણ ડેરી એન્ડ ફરસાણ , અક્ષર મે. રોડ ખાતે ચકાસણી કરેલ.. શ્રી બાલાજી ફરસાણ માર્ટ, અક્ષર મે. રોડ ખાતે ચકાસણી કરેલ. આ ઉપરાંત ચામુંડા ડેરી ફાર્મ, સત્યનારાયણ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. છે. ન્યુ જય સિયારામ ફરસાણ હાઉસ, ગાંધીગ્રામ મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૩ કિ.ગ્રા. નાશ કરેલ છે. નેમીનાથ ફરસાણ માર્ટ, ગાંધીગ્રામ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, ગાંધીગ્રામ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી વ્રજ ગૃહ ઉધોગ , ગાંધીગ્રામ મે. રોડ ખાતે છાપેલ પસ્તી અંગે સૂચના આપી છે. મંગલ ડેરી ફાર્મ, ગાંધીગ્રામ મે. રોડ ખાતે લાયસન્સ અંગે સૂચના આપી છે. શ્રી રામ જાંબુ , જયુબેલી ગાર્ડન ખાતે છાપેલ પસ્તી અંગે નોટીસ આપી છે.

આમ, આરોગ્ય વિભાગ દ્વારા આજે ખાદ્યચીજના કુલ ૪ (ચાર) નમુના લેવામાં આવેલ તથા ૨૪ પેઢીની ચકાસણી કરી જે પૈકી ૪ ફુડ બિઝનેશ ઓપરેટરોને નોટીસ આપેલ તેમજ સ્થળ પર ૨૩ કિ.ગ્રા છાપેલ પસ્તીનો નાશ, વાસી બિનઆરોગ્યપ્રદ લાડુ ૧૦ કિ.ગ્રા. તેમજ ૩ કિ.ગ્રા. વાસી ખીરૂ નાશ કરવામાં આવેલ હતો.

(3:14 pm IST)