Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બળજબરીથી મિલ્કતો પડાવી લેવાના જુદા જુદા બે ગુનામાં પકડાયેલ ભુપત ભરવાડને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૯ : બળજબરી કરી મીલ્કતો પડાવવાના તથા કબ્જો કરી ધાક ધમકી આપવાના જુદા જુદા બે ગુનાઓમાં પકડાયેલ ભુપત વીરમ બાબુતર (ભરવાડ) એ જામીન અરજી કરતા રાજકોટના અધીક સેશન્સ જજશ્રી ડી.કે. દવેએ બંને ગુનામાં આરોપીને રૂ.રપ,૦૦૦ ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, ડી.સી.બી.પોલીસ દ્વારા ધવલભાઇ મીરાણીની ફરીયાદ લીધેલ અને તે ફરીયાદની ટુંક હકિકત એવી છે કે, સને-ર૦૧૭માં એક પ્લોટ ખરીદવા માટે રૂ.પ,૦૦,૦૦૦ નું ટોકન આપેલ જેથી આ કામના અરજદાર અને સહ આરોપી રાકેશભાઇએ ફરીયાદીને બોલાવી ફરીયાદીએ આ પ્લોટ ખરીદતા તેઓને બે કરોડનું નુકશાન ગયેલ છે તેવું જણાવેલ અને આથી નુકશાન પેટે રૂ.પ૦,૦૦,૦૦૦ ફરીયાદી પાસેથી માંગેલ ત્યારબાદ ફરીથી સને-ર૦૧૮ માં ફરીયાદીએ એક ફલેટ રૂપીયા એક કરોડમાં ખરીદતા તેમા પણ હાલના આરોપી અને સહ આરોપી રાકેશભાઇએ રપ ટકાના ભાગ લેખે રૂ.રપ,૦૦,૦૦૦ આપેલ જે રકમ પણ ભાગ છુટો કરવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂપીયા રપ,૦૦,૦૦૦ ના બદલે રૂ.૪પ,૦૦,૦૦૦ લીધેલ હોવાનું જણાવેલ છ ેતેમજ પ્લોટના નુકશાન પેટે રૂ.પ૦,૦૦,૦૦૦માંથી રૂ.૩૩,૦૦,૦૦૦ આપી દીધા બાદ બાકીના રૂ.૧૭,૦૦,૦૦૦ માંથી રૂ.ર,૦૦,૦૦૦ રોકડા આપેલ હોવાનું જણાવેલ અને બાકીના રૂપીયા ૧પ,૦૦,૦૦૦ પેટે મુકેશ પટેલના ગામે આરોપીએ ફોર્ચ્યુનર ગાડી ખરીદેલ અને તેના હપ્તા પેટે માસીક રૂ.૭૩,પ૦૦ ચુકવેલ હોવાનું ફરીયાદમાં જણાવી અને ફરીયાદ આપેલ.

ત્યારબાદ ડી.સી.બી.પોલીસ દ્વારા આરોપી ઉપર અન્ય ફરીયાદીને બોલાવી અને ગુનો નોંધેલ અને તે ફરીયાદની હકિકત જોવામાં આવે તો ફરીયાદી રમેશભાઇ અજાણીને રૂપીયાની જરૂરીયાત હોય તેમણે અન્ય આરોપી પ્રમોદગીરી ગોસ્વામીનો સંપર્ક કરેલ અને તેમના ભાઇ હીતેષભાઇ ભગવાનગીરી ગોસ્વામી સાથે મુલાકાત કરાવી સહ આરોપી હીતેષભાઇના પત્ની કવીતાબેનના નામે રજી.દસ્તાવેજ કરાવેલ અને રૂ. એક કરોડ અઢી ટકાએ મેળવેલ છે જ રકમ ફરીયાદીએ પરત આપ્યેથી તે જમીનનો દસ્તાવેજ ફરીથી ફરીયાદીના નામે કરી આપવાની સમજુતી થયેલ પરંતુ ફરીયાદી વ્યાજની રકમ ના ભરી શકતા તેમજ આ કામના ફરીયાદીને રૂપીયાની જરૂરીયાત હોય તેની ૩ એકર ૧૭ ગુંઠા જમીન પૈકીની ૧ એકર અને ૧૭ ગુંઠા જમીનનું સહઆરોપી મુકેશ સીધવને રજી.સાટાખત કરી આપેલ હાલના ફરીયાદીએ હીતેષભાઇના પત્નીના નામે કરી આપેલ જમીન પરત મેળવવા માંગતા હોય હાલની મીલ્કત હાલના આરોપીને વેચી નાખેલ અને હાલના આરોપીનો સંપર્ક કરવાનું જણાવેલ અને હાલના આરોપીઓ ફરીયાદીને ઓફીસ બોલાવી આ જમીન હાલના આરોપીએ ખરીદ કરેલ છે તેવું જણાવી અને જમીનમાં પગ મુકશો તો ટાંટીયા ભાંગી નાખીશ અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ આપેલ ઉપરોકત બંને ગુનામાં ભુપત ભરવાડે જામીન પર છુટવા અરજી કરી હતી.

હાલના બંને કેસો સીવીલ પ્રકારના છે અને તેને ફોજદાર સ્વરૂપ આપવામાં આવે છે તેમજ ભુપતભાઇ વીરૂદ્ધ જે ગુના બતાવેલા છ તે કેસો બહુ જુના છે અને પુરા થઇ ગયેલા છે બચાવ પક્ષે એડવોકેટ પિયુષ શાહે કેસ એપીપી મહત્વની રજુઆતો કરી જામીન અરજી મંજુર કરવા દલીલો કરી હતી.

કોર્ટ ઉપરોકત હકિકત તેમજ દલીલો અને રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ રાજકોટના અધીક સેશન્સ જજશ્રી ડી.કે.દવેએ આરોપી ભુપતભાઇ વીરમભાઇ બાબુતરને રૂ. રપ,૦૦૦ ના જામીન પર મુકત કરવાનો આદેશ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી ભુપત વીરમભાઇ બાબુતર (ભરવાડ) વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી, તેમજ પ્રકાશભાઇ પરમાર રોકાયેલ હતા.

(2:56 pm IST)