Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બૂટલેગરો કમાઇ લેવા, પોલીસ પકડી લેવા મેદાનેઃ પાંચ દરોડામાં ૪૦૨ બોટલ સાથે ૬ને પકડ્યા

એસઓજીના પીએસઆઇ સોનારા અને ટીમના સમીરભાઇ શેખ, અજીતસિંહ પરમારની બાતમી પરથી બે દરોડાઃ એ-ડિવીઝન, આજીડેમ, ગાંધીગ્રામ, ડીસીબીના પણ દરોડા

રાજકોટ તા. ૯: દિવાળી-નૂતનવર્ષના તહેવાર નિમિતે કમાઇ લેવા દારૂના નાના-મોટા ધંધાર્થીઓ મેદાને ઉતરી ગયા છે. તેને પકડી લેવા પોલીસ પણ દોડધામ કરી રહી છે. વિદેશી દારૂના પાંચ દરોડામાં ૬ શખ્સોને પકડી લઇ ૪૦૨ બોટલ દારૂ કબ્જે કરાયો છે. બે શખ્સ દારૂ ભરેલી કાર મુકી ભાગી ગયા હતાં.

એસઓજીના બે દરોડામાં ૧.૨૯ લાખનો દારૂ કબ્જે

હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. અજીતસિંહ પરમારની બાતમી પરથી ૮૦ ફુટ રોડ ભારતનગર જાહેર શોૈચાલય પાસેથી   રૂ. ૧,૧,૦૪૦૦નો ૨૫૨ બોટલ દારૂ ભરેલી ઇકો કાર જીજે૦૩ઇઆર-૭૫૨૧ ઝડપી લેવાઇ હતી. બે શખ્સ ભાગી ગયા હતાં. તપાસમાં આ શખ્સો સલિમ આમદભાઇ જુણેજા અને જગો પટેલ હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. કાર, દારૂ મળી કુલ રૂ. ૨,૬૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

બીજો દરોડો અજીતસિંહ પરમારની બાતમી પરથી નવા રેસકોર્ષ ૧૫૦ રીંગ રોડ પર પાડી બજરંગવાડી રાજીવનગર-૭ના હસરત હનીફખાન પઠાણ (ઉ.૩૨)ને રૂ. ૧૯૨૦૦ના ૪૮ બોટલ દારૂ સાથે પકડી લઇ તેની ઇકો કાર જીજે૦૩કેપી-૨૮૪૯ પણ કબ્જે લેવાઇ હતી. આ કામગીરી એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલની સુચના હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર સહિતે કરી હતી.

એ-ડિવીઝન પોલીસે કારમાં દારૂ સાથે બેને પકડ્યા

ગાંધીગ્રામ જીવંતિકાનગર-૨માં રહેતાં અને મજૂરી કરતાં ધરમ રાજેન્દ્રભાઇ રાવળ (ઉ.૨૫) તથા ગાંધીગ્રામ-૧૧ જલારામ કૃપામાં રહેતાં છુટક ચાના ધંધાર્થી જીજ્ઞેશ જેન્તીભાઇ જીવરાજાની (ઉ.વ.૪૩)ને લાખાજીરાજ મેઇન રોડ પર હોન્ડા સીટી કારમાં રૂ. ૪૨ હજારના દારૂ સાથે પકડી લઇ હોન્ડા સીટી કાર પણ કબ્જે કરવામાં આવી હતી. ચાના ધંધામાં મંદી હોઇ જીજ્ઞેશે દારૂનો વેપલો ચાલુ કર્યાનું બહાર આવ્યું હતું. એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી. જી. જોષી, પીએઅસાઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી.વી. ગોહિલ, ડી. બી. ખેર, હેડકન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા, મેરૂભા ઝાલા સહિતે આ કામગીરી કોન્સ. રાહુલભાઇ ગોહેલ તથા હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

ગાંધીગ્રામ પોલીસે ૫૮ બોટલ  સાથે એકને પકડ્યો

જામનગર રોડ પરા પીપળીયા એકતા કોલોની કવાર્ટર નં. ૪૨૨માં રહેતાં દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.૪૮)ને તેના ઘરમાંથી રૂ. ૨૯૦૦૦ના ૫૮ બોટલ દારૂ સાથે પીએઅસાઇ એમ. બી. ગઢવી, હેડકોન્સ. સંજયભાઇ કુમારખાણીયા, એલઆર કનુભાઇ બસીયાની બાતમી પરથી પકડી લેવાયો હતો. એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં થયેલી આ કામગીરીમાં એએસઆઇ એમ. વી. લુવા, રાજુભાઇ કોડીયાતર, અમીનભાઇ કરગથરા, ધારાભાઇ ગઢવી, ભરતભાઇ ચોૈહાણ પણ જોડાયા હતાં.

ડીસીબીએ બે શખ્સને  છ બોટલ સાથે પકડ્યા

ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૯૮૫માં રહેતાં આસીફ મોઇનભાઇ કુરેશી (ઉ.વ.૧૯) તથા એફસીઆઇ ગોડાઉન સામે સિધ્ધી એપાર્ટમેન્ટ ત્રીજા માળે ૩૦૨માં રહેતાં કૃણાલ મેરામભાઇ કોઠીવાર (ઉ.વ.૨૦)ને ચીથરીયા પીરની દરગાહ પાસેથી રૂ. ૨૪૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લેવાયા હતાં. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં અંશુમનભા ગઢવી, પ્રતાપસિંહ મોયા સહિતે આ કામગીરી કરી હતી.

આજીડેમ પોલીસે બે લિટરની બે બોટલ સાથે એકને પકડ્યો

કોઠારીયા રોડ ન્યુ ગણેશનગરમાં બાપા સિતારામ ચોકમાં રહેતાં અભય ભરતભાઇ મહેતા (ઉ.૨૫)ને ગોકુલ પાર્કના ગેઇટ સામેથી રૂ. ૧૦૦૦ના બબ્બે લિટરની બે બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં આઇ. જે. જાડેજા, ઉમેદભાઇ ગઢવી સહિતે કામગીરી કરી હતી.

પેરોલ ફરલો સ્કવોડના દેશી દારૂના દરોડા

તહેવાર અંતર્ગત તમામ પોલીસ દારૂ સહિતની પ્રવૃતિઓ ડામી દેવા કામ કરી રહી છે. પેરોલ ફરલો સ્કવોડના એમ.એસ. અંસારી સહિતે ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ, હરપાલસિંહ, ધીરેનભાઇ, સોનાબેન મુળીયા, કિશોરદાન, અઝહરૂદ્દીન બુખારી, જયદેવસિંહ સહિતે સદર ખાટકીવાસ પાસેથી હલુબેન ગફાર ચોૈહાણને રૂ. ૧૮૦ના અને કીટીપરા-૩માંથી ફારૂક ઉર્ફ ભુરો અમીનભાઇ વિકીયાણીને રૂ. ૨૦૦ના દારૂ સાથે પકડી લીધો હતો.

(1:05 pm IST)