Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગાંધીગ્રામ ધર્મરાજ પાર્કના પંકજ ચાવડાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ પાછળ શિવમ્ પાર્કની બાજુમાં આવેલા ધર્મરાજ પાર્કમાં રહેતાં પંકજભાઇ પ્રભાતભાઇ ચાવડા (આહિર) (ઉ.વ.૨૯) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર પંકજભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. તહેવાર ટાણે યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મનહર સોસાયટીના રામાભાઇનું બેભાન હાલતમાં મોત

મનહર સોસાયટીમાં એચપી પંપ નજીક રહેતાં રામાભાઇ બેચરભાઇ બાંભણીયા (ઉ.વ.૫૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં.

પાડાસણના ભાવનાબેને પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ-ભાવનગર હાઇવે પરના પાડાસણ ગામના ભાવનાબેન રમેશભાઇ વઘાસીયા (ઉ.વ.૪૫) વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:04 pm IST)