Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સોરઠીયાવાડી સર્કલ પાસે ઘોડા પર સ્ટંટ કરી લોકો પર જોખમ સર્જતાં સમીર પકડાયો

જુના ગણેશનગરનો શખ્સ રાતે સવા અગિયારે લગામ પકડ્યા વગર બેફામ ઘોડો દોડાવતો હતોઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૯: રવિવારની રાતે સવા અગિયારેક વાગ્યે એક શખ્સ સોરઠીયા વાડી સર્કલના ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર ઘોડા પર બેસી લગામ પકડ્યા વગર હાથ છુટા મુકી બેફામ ઘોડો દોડાવી લોકોમાં ભય સર્જતો હોઇ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

તહેવાર અંતર્ગત એસીપી રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા સહિતની ટીમ કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે સોરઠીયા વાડી સર્કલ પાસે એક શખ્સ ઘોડા પર બસી લગામ પકડ્યા વગર રોડ પર સ્ટંટ કરતો જોવા મળતાં તેને પકડી લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ સમીર ઇકબાલભાઇ લોદી (પઠાણ) (ઉ.વ.૨૧-રહે. જુનુ ગણેશનગર, કોઠારીયા રોડ) જણાવતાં તેની સામે આઇપીસી ૩૩૬ મુજબ લોકોની શારીરિક સલામતી જોખમમાં મુકાય તે રીતે ઘોડેસ્વારી કરવા સબબ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું હતું.

પીઆઇ ઝાલા સાથે પીએસઆઇ જે. બી. પટેલ, મનરૂપગીરી, રણજીતસિંહ, સલિમભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, વાલજીભાઇ, રણજીતસિંહ, રાજેશભાઇ, હિતુભા, મૈસુરભાઇ, રક્ષીતભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં જોડાઇ હતી.

(1:03 pm IST)