Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દિવાળી પૂર્વે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા બે શખ્સો પકડાયા

ગાંધીગ્રામ પોલીસે યુવરાજસિંહ પરમાર અને તાલુકા પોલીસે શૈલેષ દુધાત્રાની ધરપકડ કરી

રાજકોટ,તા. ૯: શહેરના જુદા -જુદા બે વિસ્તારમાં દિવાળી નિમિતે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા બે શખ્સોને તાલુકા અને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહંમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજાએ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા ચથા હેડ કોન્સ. ખોડુભા કિશોરભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ અને બ્રિજરાજસિંહ સહિતે બજરંગવાડી શેરી નં.૩ના ખુણા પાસે લાયસન્સ વગર લાકડાના ટેબલ પર ફટાકડાનું વેચાણ કરનાર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર (ઉવફ૨૫) (રહે. બજરંગવાડી શેરી નં. ૩ જામનગર રોડ) તથા તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા તથા પીએસઆઇ એન.ડી. ડામોર, એએસઆઇ આર.બી. જાડેજા, વિજયગીરી, મનિષભાઇ, હર્ષરાજસિંહ, ધર્મરાજસિંહ, અમીનભાઇ , તથા હરસુખભાઇ સહિતે નંદનવન -૨માં ચોકમાં લાયસન્સ વગર ફટાકટાનું વેચાણ કરનાર શૈલેષ બાબુભાઇ દુધાત્રા (ઉવ.૩૪) (રહે. દિવાળી પાર્ક શેરી નં. ૧, ૮૦ ફુટ રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)