Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

હિન્દુસ્તાનની ઓળખ જ કોમી એકતા, શાંતિ અને ભાઈચારો છેઃ યુસુફભાઈ જુણેજા

બિનજરૂરી વિવાદો ટાળવા અપીલ

રાજકોટઃ આજ રોજ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા અયોધ્યા વિશે જે ચુકાદો આવેલ છે તેને સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા માન-સમ્માન પુર્વક સ્વીકારવામાં આવે છે.

ફકત એટલુ યાદ રાખીએ કે લોકો આપણા છે, શહેર આપણુ છે,દેશ આપણો છે., હિન્દુસ્તાનની ઓળખ જ કોમી એકતા, શાંતિ અને ભાઈચારો છે. ગામ, શહેર, દેશમાં પોતાના વતનમાં શાંતિ, સલામતિ, એકતા જાળવવાની સમજ અને શાણપણ કેળવવાની દરેક નાગરીકની પ્રથમ ફરજ છે. આપણે કોઈપણ કામ કરતા પહેલા સારા રાષ્ટ્રવાદી નાગરીક તરીકે વિચારવું જોઈએ કે જો મારા કામથી મારા સમાજ, મારા દેશ, અને દેશબંધુઓને નુકશાન થતુ હોય પણ મને લાભ મળતો હોય તો પણ એવુ કામ હું કદી નહી કરૂ. ભલે મને નુકશાન થાય, મારા દેશ, સમાજ અને દેશબંધુઓના હિત માટે, તેમના સુખ માટે હું મારૂ નુકશાન સહન કરી લઈશ. જે કામથી મને અને મારા દેશને લાભ થાય તેજ કામ કરીશ. તેમ મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ જુણેજાએ એક યાદીમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે આ ભાવના કેળવીને આપણે આ દહેશત ટાળવાની છે, આ દેશ આપણા બધાનો છે અને આપણે જ જાળવવાનો છે દેશને શાંત, સમુધ્ધ બનાવવાનો છે. દેશને તોડનારાઓની મેલી મુરાદ, સંપ, સમજણ સતર્કતાથી નીષ્ફળ બનાવવાની છે અને સદીઓથી સાથે પ્યાર મહોબ્બતથી સુખ દુઃખના સાથી બની જીવ્યા તેમ ફરીથી, ગંગા-જમુનાની એકતા જીવંત કરી સાથે જ રહેવાનું છે. ભારત મારો દેશ છે. હું ભારતીય છુ, અને મારા દેશને ચાહુ છું તથા વફાદર છુ તે સિધ્ધ કરવાનું છે, એક માનવીનું જીવન વધારે મહત્વનું છે, સમજો અને બધાને સીમજાવાં અને બિન જરૂરી વિવાદો ટાળવા. હાજી યુસુફભાઈ જુણેજા દ્વારા અપીલ કરાઈ છે.

(3:47 pm IST)