Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

'તાના રીરી મહોત્સવ'માં વાંસળી વાદન

ગુજરાતની અલૌકિક સંગીત બેલડી 'તાના રીરી'ની સ્મૃતિમાં ગુજરાત સરકાર તથા ગુજરાત સંગીત નાટય અકાદમી દ્વારા આયોજીત સંગીત સમારોહ ગુજરાતના વડનગર ખાતે યોજાયો, તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૦૮ વાંસળી વાદોએ એકજ મંચ ઉપર પૂ. ગાંધીજીનું પ્રિય ભજન કે જે શ્રી નરસિંહ મહેતા રચીત કે જે રાગ ખમાજ પર આધારીત 'વૈશ્ણવ જન તો તેને રે કહીયે જે' સમૂહમાં વાંસળી ઉપર વગાડયું હતું. આ મહોત્સવમાં અમદાવાદથી આશરે ૧પ, વડોદરાથી ૧૮, સુરતથી ૧૦, ભાવનગરથી પ, અમરેલીથી પ, જામનગરથી પ, જુનાગઢથી ૩, સુરેન્દ્રનગરથી ૩ તથા રાજકોટથી રપ કરતા વધુ તેમ કુલ ૧૦૮ વાંસળી વાદકોએ ભાગ લીધો હતો. રિહર્સલ કરાવવામાં હેડ તરીકે ગુજરાતના સુપ્રસિદ્ધ વાંસળી વાદક સંજીવભાઇ ધારૈયાએ અથાગ પરિશ્રમ કર્યો હતો. આ સમારોહમાં સંજીવભાઇના માર્ગદર્શન હેઠળ રાજકોટથી ભુષણભાઇ પાઠક, જીગ્નેશભાઇ લાઠીગરા અને તેમની રાજકોટની ટીમે ભાગ લીધો હતો.

(3:44 pm IST)