Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સોમવારે ગુજરાત બંધ સંદર્ભે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સર્વ સમાજનું સંમેલન યોજાયું

કચ્છ રાપરમાં રાજ શેખાવત પર એફ.આઇ.આર. બાદ : રાજપૂત સમાજે બલિદાનો આપ્યા : દેશને રજવાડા આપી દીધા છતાં અન્યાયી વલણ : એટ્રોસીટી એકટનો દૂર ઉપયોગ ટાળવા સુધારો જરૂરી : અગ્રણી પી.ટી. જાડેજા પ્રદેશ કરણી સેના પ્રભારી નયનાબા જાડેજાની અપીલ : ૧પ ડીસેમ્બરે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપવા ગાંધીનગરમાં રેલી

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનાં એલાન સંદર્ભે આજે રાજકોટમાં સર્વ સમાજ સંમેલન યોજાયું હતું. તે વખતની તસ્વીરમાં મંચસ્થ આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા ૯  : રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા આજે રાજકોટ ખાતે સર્વ સમાજ સંમેલન યોજી અને સોમવારે અપાયેલ ગુજરાત બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરી હતી.

આ સંમેલન અંગે રાષ્ટ્રીય રાજપુત કરણીસેનાની યાદીમાં જણાવ્યું હતું કે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ૩૧ ઓકટોબર ૨૦૧૯ રાપરમાં ગુજરાત રાજય શ્રી રાષ્ટ્રીય રામમજપૂત કરણી સેનાનના અધ્યક્ષ રાજ શેખાવત પર જે ખોટી એફઆઇઆર થઇ છે તેના વિરૂધ્ધમાં સર્વ સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે, જે પ્રેસ મીડિયાને સંબોધી અને કરણી સેના તરફથી ૧૧, નવેમ્બર ને સોમવારે ગુજરાત બંધમાં સમર્થન જાહેર કરેલ છે.

આ ઉપરાંત  રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા તા. ૧૫ ડીસેમ્બર-૨૦૧૯ના રોજ ગાંધીનગરમાં મહારેલી આયોજન કરેલ છે, જેમાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી, જેનાથી ગોૈહત્યા રોકી શકાય તેમજ એટ્રોસીટી એકટનો દુર ઉપયોગ રોકવો અને તપાસ વગર ગિરફતારી ન  કરવી જોઇએ અને એકટમાંથી કલમ-૧૮એ (બિનજામીન) હટાવવી, સુધારો કરવો જોઇએ તેવી સંસ્થાની માંગ છે. અને આરક્ષણની સમીક્ષા  થવી જોઇએ. જેમાં આરક્ષણ જાતીગત આધાર પર નહીં પણ આર્થિક આધાર પર થવી જોઇએ, જેની દરેક જ્ઞાતીના ગરીબ પરીવાર તેનો લાભ મળવી શકે.

આમ ઉપરોકત તમામ મુદાની છણાવટ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ કરી હતી.

આ તકે ક્ષત્રીય અગ્રણીઓ, પી. ટી. જાડેજા, રાષ્ટ્રીય કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રભારી નયનાબા જાડેજા ત્થા મ્યુ. કોર્પોરેશનનાં પૂર્વ અધિકારી જે. વી. હેરમા સહિતનાં આગેવાનોએ એવી લાગણી વ્યકત કરી હતી કે ક્ષત્રીય સમાજે હંમેશા દેશનાં દરેક સમાજનું હીત સાચવ્યુ છે. દેશ માટે ક્ષત્રીય સપૂતોએ બલીદાન આપ્યુ છે.

અને દેશની એકતા માટે પોતાનાં રજવાડાઓ સરદાર વલ્લભભાઇ પટેલની ઝોળીમાં નાખી દીધા આમ છતાં ક્ષત્રીયોને આજે અન્યાય થઇ રહ્યો છે. જયારે ક્ષત્રીય સમાજે દરેક સમાજનું ભલુ ઇચ્છયુ છે ત્યારે એટ્રોસીટી એકટનાં દુર ઉપયોગને ટાળવા એકટમાં સુધારો કરવાની લડતને દરેક સમાજ ટેકો આપે તેવી અપીલ છે.

આ સંમેલનમાં કૃષ્ણસિંહ જાડેજા, (રાજકોટ જીલ્લા પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર કરણી સેના), રાજવીરસિંહ વાળા (ક્ષત્રીય સમાજ અગ્રણી), બહાદુરભાઇ માંજરીયા (કાઠી દરબાર સમાજ અગ્રણી), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ જીલ્લા રાજપૂત ક્ષત્રીય સંગઠન પ્રમુખ), ચંદુભાઇ પાટડીયા (શિવસેના રાજકોટ શહેર પ્રમુખ), નાગજીભાઇ બાંભવા (શિવસેના રાજકોટ શહેર ઝોન પ્રમુખ) હીંમાંશુભાઇ રાઠોડ (સમસ્ત કારડીયા રાજપૂત સમાજ-ઉપપ્રમુખ) ત્થા બ્રહ્મદેવ સમાજના અગ્રણીઓ જૈવીકભાઇ જાની, પરિમલભાઇ પંડયા, વિવેક ભટ્ટ, નિરજભાઇ ભટ્ટ, દર્શકભાઇ સોનાગરા, લંકેશભાઇ પુરોહિત, દેવાંગભાઇ ઠાકર, હર્ષિતભાઇ જાની, પ્રેમભાઇ મહેતા, મીનલભાઇ શુકલ, (રાષ્ટ્રીય મહામંત્રી બ્રહ્મદેવ સમાજ), નિરજભાઇ જોષી, પ્રકાશભાઇ કે. ગઢવી (પ્રમુખ ગઢવી સમાજ) હમીરભાઇ ગઢવી, (સંગઠન મંત્રી ગઢવી સમાજ), પ્રવિણભાઇ ગઢવી (મંત્રી ગઢવી સમાજ), કનુભાઇ વઢવી, રમેશભાઇ બારોટ (બારોટ સમાજ અગ્રણીશ્રી), નવધણભાઇ ટોયટા, (ભરવાડ સમાજ-અગ્રણી),

બેડીપરા ક્ષત્રીય કારડીયા રાજપૂત સમાજ, ભુવતસંીહ વણોલ, મલ્લીકભાઇ સોઠાણી, ભારતસિંહ એમ.ચુડાસમા- ગુર્જર રાજપુત યુવક મંડળ, જસ્મીનભાઇ પીપળીયા (સૌરાષ્ટ્ર અધ્યક્ષ-એસ.પી.જી), ભાવેશભાઇ કયાડા (રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ), દીપભાઇ રૈયાણી (રાજકોટ શહેર પ્રમુખશ્રી), બલદેવસિંહ સિંધવ, (ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન), રણજીતસિંહ દાહીમા (ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન), મનોજસિંહ ડોડીયા (ક્ષાત્રિય નાડોદાર રાજપુત સમાજ યુવા પ્રમુખ), કપીલભાઇ પંડ્યા વગેરે ઉપસ્થીત રહ્યા હતા

(3:42 pm IST)