Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાજકોટ બાર એસો.દ્વારા આઇ ચેકઅપ કેમ્પ યોજાયો

વિઝન એકસ્પ્રેસના સહયોગથી યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં વકીલોએ આંખોનું ચેકઅપ કરાવ્યુઃ બકુલ રાજાણી ટીમનું સુંદર આયોજન

રાજકોટ તા.૯: રાજકોટ બાર એશોસીએશન દ્વારા ગઇકાલ તા.૮-૧૧-૨૦૧૯ના રોજ આઇ ચેકઅપ કેમ્પનું ફ્રી આયોજન કરવામાં આવેલ.

આ આઇ ચેકઅપ કેમ્પનું આયોજન વીઝન એકસપ્રેસના સહયોગથી રાજકોટ બાર એશોસીએશનના મેઇન બાર રૂમ,સિવીલ કોર્ટ બીલ્ડીંગના પહેલા માળે તા.૮-૧૧-૨૦૧૯ના રોજ સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા સુધી વકીલશ્રીઓ માટે તથા કોર્ટ સ્ટાફ માટે બપોરના ૨ થી ૩ વાગ્યા સુધી રાખવામાં આવેલ હતુ.

આ આઇ ચેકઅપ કેમ્પનો સર્વે વકીલમીત્રો તથા કોર્ટ સ્ટાફ દ્વારા લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં વકીલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ દ્વારા આ ચેકઅપ કેમ્પનો લાભ લેવામાં આવેલ હતો. આ આઇ ચેક અપ કેમ્પને સફળ બનાવવા માટે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ,ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડ્યા, રાજેશભાઇ ચાવડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(3:35 pm IST)