Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જેસીઆઇ ઝોન-૭ નું અધિવેશન

જેસીઆઇ ઇન્ડિયા ઝોન - ૭ નું વાર્ષિક અધિવેશન જેતપુરના ઉપક્રમે યોજાયુ હતુ.   જેમાં ઝોન-૭ એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ચારેય વિસ્તારના જેસી-જેસીરેટ-જેસીલેટ મેમ્બર્સ ભેગા થયા હતા. જુદી જુદી ૨૩ કેટેગરીના ૭૦ થી વધુ એવોર્ડ જાહેર કરી હકદારોનું સન્માન કરાયુ હતુ. રાજકોટ યુવા ઝોન-૭ એક એવુ અધ્યાય છે જે ઝોન-૭ ના થ્રી બેસ્ટ અધ્યાય દર વખતે પોતાનું સ્થાન ધરાવે છે. છેલ્લા પ વર્ષથી મોખરે રહી રાજકોટનું નામ ઝળહળતુ રાખે છે. આ વખતે પણ ૧૨ એવોર્ડની હારમાળા સર્જી ડંકો વગાડી દીધો હતો. આ ઝોનકોનમાં ૧૧ મેમ્બર્સે સક્રિય ભાગ લીધો હતો. પ્રેસીડેન્ટ જેસી રચના રૂપારેલ, આઇ.પી.પી. મિતેશ પટેલ, ઝોન ડીરેકટર જેસી ગીરીશ ચંદારાણા, વીપી મેનેજમેન્ટ જેસી વિશાલ પંચાસરા, વીપી ટ્રેનીંગ જેસી કુંજલ ઉનડકટ, વીપી બિઝનેશ જેસી ક્રીના માંડવીયા, ડીરેકટર જેસી ગોપાલ ઠકરાર, ડીરેકટર જેસી કરણ છાટબાર, જેજે ચેરપર્સન જેજે શૈલ ચંદારાણા, મેમ્બર્સ જેસી ધર્મેન રૂપારેલ, જેસી હરીશ ચંદારાણા, કી જેસીસ ઓફ જેસીઆઇ રાજકોટ યુવા ઉપસ્થિત રહેલ. ૧૨ એવોર્ડ મેળવનારા જેસીઆઇ રાજકોટ યુવાને ઝોન કમીટીમાં ર મહત્વની પોષ્ટ ફાળવવામાં આવી હતી. જેસીઆઇ રાજકોટ યુવામાં મેમ્બર્સ થવા જેસી અશ્વિનભાઇ ચંદારાણા મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, જેસી ગીરીશ ચંદારાણા મો.૯૮૨૫૧ ૫૭૮૨૧, જેસી રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭ અથવા કાર્યાલય બી-૩૦૩, પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક ખાતે બપોરે ૩ થી ૭ રૂબરૂ અથવા ફોન ૦૨૮૧ ૨૨૩૭૧૪૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:33 pm IST)