Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

બિઝનેસ વૃદ્ધિની અગત્યતા પર ભાર મૂકતુ ટેલી સોલ્યુશન્સ એસએમઈ

ઓટોમેશન દ્વારા મહત્તમ એસએમઈ સુધી પહોંચવાનું આયોજન

રાજકોટ, તા. ૯ : દેશના અગ્રણી બિઝનેસ સોફ્ટવેર પ્રોવાઇડર, ટેલી સોલ્યુશન્સ, નાના અને મધ્યમ બિઝનેસ સમુદાયને ટેકનોલોજી અપનાવવામાં સહાય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી છે, જેનાથી વ્યવસાયની વૃદ્ઘિમાં વધારો કરી શકાય. એકાઉન્ટીંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને અનુપાલન જેવા દૈનિક બિઝનેસ કાર્યોને સ્વચાલિત કરવાના વિવિધ ફાયદાઓ વિશે કંપની સક્રિયપણે બિઝનેસ માલિકોને શિક્ષિત કરવાના પ્રયત્નો કરી રહી છે.

ગુજરાતમાં ૮.૮ લાખ જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગો સાથે યોગદાન આપે છે જેમાંથી ૭ લાખ  સૂક્ષ્મ, લદ્યુ અને મધ્યમ ઉદ્યોગો છે. સૌરાષ્ટ્ર ક્ષેત્ર જીએસટી રજિસ્ટર્ડ ૧.૩ લાખથી વધુ બિઝનેસ ધરાવે છે, તેમ છતાં, શહેરમાં ઓટોમેશન અમલીકરણ માત્ર ૩૦્રુ છે. આ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓની આટલી મોટો બેઝ અને આવા ઓછા ડિજિટાઇઝેશન સાથે, ઓટોમેશન વિસ્તરિત બિઝનેસ, ઉત્પાદકતા ધરાવી શકે છે તેવા મુખ્ય ફાયદા પર ભાર મુકવો હિતાવહ છે.

૧૧ જીલ્લાઓવાળુ સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર છે. રાજકોટ તેના એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે, જામનગર અસંખ્ય બ્રાસ પાર્ટ્સ, મશિન ટુલ્સ અને બોલ બેરિંગ ઉદ્યોગો અને મોરબી કે જે સિરામિક ઉદ્યોગ અને દ્યડિયાળ ઉદ્યોગ માટેના દ્યર તરીકે જાણીતું છે. રસપ્રદ વાત એ છે કે, જામનગરમાં બ્રાસ પાર્ટ્સના કલસ્ટરમાં ૫,૦૦૦થી વધુ નાના એકમો છે અને તે ભારતમાં બ્રાસ પાર્ટ્સની સમગ્ર માગમાંથી આશરે ૭૦રૂ જેટલી સંતોષે છે. આ ઉદ્યોગોમાં પ્રચંડ વિકાસની સંભાવના છે અને ઓટોમેશનનો ઉપયોગ તેમની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

આ ક્ષેત્રમાં ઓટોમેશનના મહત્વ પર ભાર મૂકતા, ટેલી સોલ્યુશન્સના જનરલ મેનેજર, સમીર દિક્ષિતે જણાવ્યું હતું કે, ઙ્કરાજકોટ સૌરાષ્ટ્ર ક્ષેત્રનું વ્યાપારી કેન્દ્ર છે અને તે કાસ્ટિંગ અને ફોર્જિંગ ઉદ્યોગો માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દ્યણી વૈશ્વિક એન્જિનિયરિંગ કંપનીઓની જટિલ સપ્લાય ચેઇનમાં આ શહેર સંભવિત ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. ક્ષેત્રો અને ઉદ્યોગોમાં બિઝનેસ માલિકો માટે વૃદ્ઘિની પૂરતી તકો ઉપલબ્ધ છે. દૈનિક કામગીરીને સ્વચાલિત કરીને, બિઝનેસ માલિકો નોંધપાત્ર સમય બચાવી શકે છે જેનો ઉપયોગ બિઝનેસના મૂળ કેન્દ્ર પર કેન્દ્રિત કરવા અને તેને વિકસાવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત, ઓટોમેશન પણ રોકડ, સ્ટોક અને ટેકસ મેનેજમેન્ટથી સંબંધિત શકિતશાળી અહેવાલો પ્રદાન કરવામાં મદદ કરે છે જે વ્યવસાયિક માલિકોને સરળતા સાથે બિઝનેસને લગતા નિર્ણયો લેવામાં સહાય કરી શકે છે.

(1:12 pm IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST