Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઓશોનું નવુ ગુજરાતી પુસ્તક 'અર્જુનનો વિષાદયોગ'નો પરિચય

રાજકોટ : 'અર્જુનનો વિષાદયોગ' પુસ્તક ઓશોના હિન્દી પુસ્તક ગીતાદર્શન અધ્યાય ૧-રનો પૂર્વાધ છે. વિષાદમાંથી  ક્રાંતીનો જન્મ થાય છે. સર્જનના મૂળમાં વિષાદ છે. અર્જુનના વિષાદને કારણે આપણને કૃષ્ણના મૂખે ગીતા સાંભળવા મળી જે અદભૂત ગ્રંથ છે. કૃષ્ણની ગીતાને આજના યુગના સંદર્ભમાં ઓશોએ રજૂ કરેલ છે ઓશો દરેક વિષયના ઉંડાણને પકડે છે અને તેને રસાળ શૈલીમાં આધુનીક વિજ્ઞાનના સંદર્ભથી માનવીના મનોવિજ્ઞાનના ઉંડાણને સ્પર્શ કરીને દાખલા દ્રષ્ટાંતથી સમજાવે છે. જેના કારણે ઓશોને વારંવાર વાંચવા સાંભળવા ગમે છે.

ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ બરોડા દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરેલ છે. આ પુસ્તક તેઓનું ૬૯મું ઓશોના ગુજરાતી પુસ્તકનું પ્રકાશન છે. પુસ્તકના ૨૪૧ પેઇજ છે અને કિંમત ૧૯૦ રૂ. છે.

પુસ્તક મેળવવા માટે સ્વામી સત્યપ્રકાશ ઓશો સત્યપ્રકાશ, ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

(11:42 am IST)
  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST