Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બ્રહ્મસંગમ દ્વારા ૧૨મીએ ચતુર્થવિધ કાર્યક્રમો

વિદ્યાર્થી સન્માન, વ્યકિત વિશેષ સન્માન, બ્રહ્મમહિલાને વિરાંગના રાણી લક્ષ્મીબાઇ એવોર્ડ એનાયત, સ્નેહમીલનઃ ઇન્દ્રનીલ રાજયગુરૂના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ

રાજકોટ, તા. ૮: બહ્મપરિવારોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત બહ્મસંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી નવા વર્ષમાં દેવદિવાળીની આસપાસ આઠમો સરસ્વતી સન્માન અને નારીરત્ન એવોર્ડ અને સ્નેહમિલનનો કાર્યક્રમ તાઃ૧૨ના મંગળવારના સાંજના ૫  કલાકે નીલ કા ધાબા,હનુમાનમઢી ચોકથી એરપોર્ટ રોડ મુકામે આયોજન કરાયેલ છે. બ્રહ્મ પરિવારોના ચતુર્થવિધ કાર્યક્રમોમાં  રાજકોટ શહેરના બ્રહ્મપરિવારો માટે નવા વર્ષનો સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સાતમો સરસ્વતી સન્માન સમારોહ, રાજય અને રાષ્ટ્રીય કક્ષા એ વિવિધ ક્ષેત્રોમાં અનેરી સિધ્ધિઓ હાંસલ કરનાર બ્રહ્મ મહિલાને નારીરત્ન 'વીરાંગના રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ' એનાયત કરાશે અને વિવિધ ક્ષેત્રે પ્રદાન કરનાર બ્રહ્મ વ્યકિત વિશેષોના સન્માનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ સંસ્થાના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજગુરુ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. જયારે વિવિધ ક્ષેત્રે કાર્યરત બ્રહ્મ આગેવાનો,અલગ-અલગ તળગોળના હોદેદારો,પદાધિકારીઓ,અધિકારીઓ વિગેરે અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે.સરસ્વતી સન્માન કાર્યક્રમમાં લોઅર કે.જી.થી પી.એચ.ડી. કક્ષા સુધીના ૧ થી ૪ ક્રમાંકમાં આવનાર તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનોને દાતાઓના સહયોગથી પારિતોષિક/પ્રમાણપત્ર   આપીને પ્રોત્સાહિત કરાશે.

  અત્રે નોંધનીય છેકે બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા દર વર્ષે બ્રહ્મ પરિવારો માટે જીવનલક્ષી સેમિનારો, નાટક-કવિસંમેલન,સરસ્વતી સન્માન, નવરાત્રી મહોત્સવ,બહેનોમાટે જયા પાર્વતીવ્રતના જાગરણ નિમિત્ત્।ે સાંસ્કૃતિક કાર્યક્રમ,મેરેજ બ્યુરો,પરશુરામ જયંતીના શોભાયાત્રા કાર્યક્રમમાં સહભાગી, સ્નેહમિલન કાર્યક્રમ, શિવરાત્રી મહોત્સવ અને 'બ્રહ્મસંગમ બુલેટીન'નુ પ્રકાશન,વગેરે પ્રવૃત્ત્િ।ઓ હાથ ધરવામાં આવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કન્વીનર અશોકભાઈ દવે, સહકન્વીનર  ગીરધરભાઈ જોશી, સહકન્વીનર  જયદેવભાઈ વ્યાસ અને કાર્યકરો  સતીષભાઈ તેરૈયા, ઉમેશભાઈ એન.જોશી,  જયેશભાઇ  દવે, દિલીપભાઇ દવે, વિભાકરભાઇ વ્યાસ, જયેશભાઇ પંડયા, મનીષભાઇ બામટા, અમિતભાઇ માઢક, શૈલેષભાઇ મહેતા, રસિકભાઇ ભટ્ટ, તુપ્તીબેન જોષી, ભાનુભાઇ જોષી, ચેતનાબેન દવે, કલ્પેશભાઇ બામટા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  વિશેષ માહિતી માટે બ્રહ્મસંગમ કાર્યાલય,'સ્પેસ કોમ્પ્લેક્ષ',બીજો માળ,ન્યુ જાગનાથ ૨૧/૨૨ કોર્નર,મહાકાળી મંદીર રોડ,રાજકોટ  (ફોન નં:- ૦૨૮૧-૨૪૬૩૨૪૭)  ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)
  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST